
માળીયામિંયાણાના હંજીયાસરમા એક આરોપીએ બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણકરી વોટ્સએપ સ્ટેટસમાં હથિયાર વાળા ફોટા સીન જમાવવા પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાના શરત ભંગ કરનારને એસ.ઓ.જી.ટીમે ઉપાડી લીધા..જુઓ વીડીયો
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવાન સુચના કરેલ જે અન્વયે એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીનાઓએ સોશ્યલ મીડીયા વોટ્સએપ સ્ટેટસમાં મુસ્તાકભાઇ અનવરભાઇ એ હથીયાર સાથે ફોટા અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે પોલીસ.હેડકોન્સટેબલ જુવાનસિંહ ભરતસિંહ તેમજ પોલીસ કોન્સટેબ માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગર નાઓને મળેલ બાતમી આધારે વોટ્સએપ સ્ટેટસમાં ફોટાવાળા ઇસમનું નામ સરનામુ મેળવી ઓનેસ્ટ ચેક પોસ્ટ માળીયા કંડલા નેહા રોડ પાસેથી નીચે જણાવેલ આરોપી નંબર (૧) પોતે ઉપરોક્ત વોટ્સએપ સ્ટેટસમાં બીજાના પરવાના વાળા હથિયાર સાથેના ફોટા પોસ્ટ કરનાર તથા નંબર(ર) ફોટામાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ માળીયામિંયાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોધ્યો હતો જેમાઆરોપીઓ મુસ્તાકભાઇ અનવરભાઇ જામ જાતે મીયાણા ઉવ.૨૯ ધંધો-ખેતી રહે.જામવાસ હંજીયાસર તા.માળીયા જી,મોરબી અનવરભાઇ હારૂનભાઇ જામ જાતે મીયાણા ઉવ.૪૯ ધંધો ખેતી રહે. જામ વાસ હંજીયાસર તા.માળીયા મિંયાણાજી.મોરબી વાળાને પરવાના વાળુ બાર બોર ડબલ બેરલ હથિયાર નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- (૨) વીવો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા
કામગીરીમાએમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પોલીસસબ.ઇન્સપેકટર એમ.એસ.અંસારી તેમજ એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગંઢવી, રસીકકુમાર ડીવાર, સબળસિંહ સોલંકી તથા પોલીસ.હેડ કોન્સટેબલ મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા