
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સને લોનની ૨કમ ભ૨૫ાઈ ક૨વા આપેલ ચેક રીટર્ન થતા એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની ડબ્બલ ૨ક્મનો દંડ કરતી મોરબી એડીશનલ ચીફ કોર્ટ
ફરીયાદીની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી કંપની શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કાં.લી. ની ૨જીસ્ટર્ડ ઓફીસ ચેન્નઈ મુકામે આવેલ છે. ફરીયાદી કંપની જુના તથા નવા કોમર્શીયલ વાહન ઉપર લોન આપવાનુ કામકાજ કરે છે. ફરીયાદી કંપનીની મોરબી ખાતે બ્રાંન્ચ ઓફીસ આવેલ છે. આ કામના આરોપી સંદિપકુમાર વીનોદરાય ગરઘરીયાએ ફરીયાદીની કંપની પાસેથી તા. ૦૨૦૭૧૬ ના રોજ એગ્રીમેન્ટ નં.MORBI0607010003 થી રૂા.૧૦,૦૦,૦૦૦/–ની અશોક લેલન્ડ કંપનીનુ વાહન જેના નં.જી. જે. ૧૨. એ.યુ.પ૬૮૬ ઉપર લોન લીધેલ અને આરોપીએ ફરીયાદી કંપનીને એગ્રીમેન્ટ કરી આપેલ. જે એગ્રીમેન્ટ મુજબ આરોપીએ ફરીયાદી કંપનીને વ્યાજ સહીતની ૨કમ કુલ ૩૫ હપ્તામાં લોન ભરપાઈ કરી આપવાની હતી.
આ કામના આરોપી પાસેથી ફરીયાદીની કંપનીની બાકી લેણી ૨કમ ભરપાઈ કરવા આરોપીને ફરીયાદી કંપનીએ વારંવાર જણાવેલ જેથી આરોપીએ બાકી રહેતી લોનની રકમ તથા ચડત વ્યાજ તથા એરીયર્સની રકમ પેટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાનો તા.૧૯ ૦૪ ૨૦૨૨ના રોજનો રૂા.૮,૦૦,૦૦૦ અસલ ચેક નં.૪૩૪૮૬૦ફરીયાદીની કંપનીના નામ જોગ લખી આપેલ અને ફરીયાદીને વિશ્વાસ અને ભરોસો આપેલ કે સદર ચેક બેંકમા જમા કરાવ્યેથી ચેકના નાણા મળી જશે. ત્યારબાદ આરોપીએ આપેલ ચેક ફરીયાદીએ તેમની ફાઈનાન્સ કંપનીના સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંક, મોરબી શાખાના ખાતામાં કલીયરીંગ માટે વટાવવા સાદર કરતા સદરહુ ચેક તા.૨૨૦૪ ૨૦૨૨ ના રોજ “ફંડ્સ ઈનસફીસીયન્ટ’ ના શેરા સાથે પરત થયેલ. જેની જાણ ફરીયાદીએ આરોપીને કરેલ છતા આરોપીએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહી અને ફરીયાદીએ તેમના વકીલ મારફત આરોપીને તા.૦૭/૦૫/૨૦૨૨ના રોજ લીગલ નોટીસ રજી.એડી.થી મોકલેલ, જે નોટીસ તા.૦૯/૦૫/૨૦૨૨ ના રોજ આરોપીને બજી ગયેલ છે. તેમ છતા આરોપીએ દિન-૧૫ માં ચેક મુજબના નાણા આપેલ નથી કે નોટીશનો જવાબ આપેલ નથી. આમ, આરોપીએ બેંકમા અપુરતી બેલેન્સ રાખવા સબબ ચેક રીટર્ન થયેલ હોય જેથી ફરીયાદી ગીરવાનસિંહ વનરાજસિંહ રાઠોડ ઘ્વારા આ કામના આરોપી વિરૂધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ-૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે ફરીયાદ દાખલ ક૨ેલ છે.
ફરીયાદ રજુ કરતાં ફોજદારી કાર્યરીતિ સંહિતાઃ૧૯૭૩ ની કલમઃ૨૦૦ અન્વયે ફરીયાદી ગીરવાનસિંહ વનરાજસિંહ રાઠોડનું સોગંદ ઉપરના વેરીફીકેશન ઘ્યાને લઈ, ત્યારબાદ સી આર પી સી,૧૯૭૩ કલમ:૨૦૪ અન્વયે આરોપી સામે સમન્સ કાઢવામાં આવેલ. જેની ધોરણસરની બજવણી થતાં આરોપી તેમના વિ.વકીલશ્રી મારફતે હાજર થયેલ. ફરીયાદની તથા દસ્તાવેજોની નકલો આપવામાં આવેલ. ત્યારબાદ આરોપીની આંકઃ૦૮ થી ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમઃ ૨૫૧ મુજબ પ્લી નોંધવામાં આવેલ હતી. જે અન્વયે આરોપીએ ગુન્હો કબુલ કરવાનો ઈન્કાર કરેલ હોવાથી હાલના કેસની ઈન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આરોપી અદાલત સમક્ષ પોતાની પ્લી નોંધાયા બાદ ફરીયાદીના પુરાવા તબકકે અદાલત સમક્ષ ઉપસ્થિત રહેલ નથી.
ફરીયાદ પક્ષના પુરાવા દરમ્યાન આરોપી ગેરહાજર રહેલ છે. આરોપીનુ વિશેષ નિવેદન આપવાનો હકક બંધ કરવામાં આવેલ છે. જેથી ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૩૧૩ મુજબનું આરોપીનું વિશેષ નિવેદન નોધવામાં આવેલ નથી. તેમજ ફરીયાદીની ઉલટતપાસ માટે પણ આ૨ોપીપક્ષ તરફે કોઈ હાજ૨ ૨હેલ ન હોય આરોપીની ઉલટતપાસનો હકક બંધ ક૨વામાં આવેલ છે. ફરીયાદી તરફે વિ વકીલશ્રી વી.જે.લકકડને સાંભળ્યા. આરોપીપક્ષે વિ.વ.શ્રી. તથા આરોપી દલીલ અર્થે અદાલત સમક્ષ ઉપસ્થિત ૨હેલ નથી. જેથી આરોપીની દલીલનો હકક બંધ ક૨વામાં આવેલ છે.
ત્યારબાદ નામદાર અદાલતે પોતાનો ચુકાદો આપતા ઠરાવેલ હતુ ૩, નામદાર ગુજરાત હાઈકોર્ટ ઘ્વારા તાજેતરમાં આપવામાં આવેલ તથા નામદાર કેરાલા હાઈકોર્ટના ચુકાદામાં ઠરાવ્યા મુજબ તહોમતદારની ગેરહાજરીમાં આખરી ચુકાદો જાહેર કરી શકાય અને આમ કરવામાં આવ્યાથી ફોજદારી કાર્યવાહી વીશીયેટ થતી નથી. તદ્દઉપરાંત તહોમતદાર વિરૂધ્ધનો આક્ષેપ તે સમન્સ ટ્રાયેબલ ગુન્હાનો હોઈ સમન્સ ટ્રાયેબલ કેસમાં તહોમતદારને સાંભળવા જરૂરી ન હોઈ, સજા અંગે સાંભળવાની જોગવાઈ તે કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબની હોય, જે તહોમતદાર ગેરહાજર રહી કાયદાકીય પ્રક્રિયાને ટાળવા પ્રયત્ન કરતા હોય તેવા તહોમતદાર માટે કુદરતી ન્યાયના સિધ્ધાંતનો અમલ કરવા માટે બાકી રાખવું હિતાવહ કે ન્યાયી જણાતું નથી અને તેથી તહોમતદાર વિરૂધ્ધના એકટની કલમઃ૧૩૮ મુજબના ગુન્હાના તત્વો પુરવાર થયેલ હોય, ફરીયાદપક્ષે પોતાનો આરોપી વિરૂધ્ધનો કેસ નિઃશંકપણે પુરવાર કરેલ હોય જયારે આરોપીપક્ષ તેમની વિરૂધ્ધના કાનુની અનુમાનોનુ ખંડન ક૨વામાં સંપુર્ણપણે નિષ્ફળ નિવડેલા હોય તેવું અવલોકન કરેલ હતુ.
નામદાર એડીશનલ. ચીફ જયુડીશીયલ.મેજીસ્ટ્રેટ. સાહેબે ચુકાદો આપી આરોપી સંદિપકુમાર વીનોદરાય ગરધરીયા, રહે.ઉમા ટાઉનશીપ, શીવપ્રેમ હાઈટ, વીંગ–એ, ક઼ ફ્લોર, ફ્લેટ નં.૬૦૪, ઉમીયા માતાજી મંદિર પાછળ તા.જી.મો૨બીનાઓને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમઃ૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવવામાં આવે છે અને ફોજદારી કાર્યવાહીના કાયદાની કલમ ૨૫૫(૨) તથા ૩૫૩ અન્વયે ૧ વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફ૨માવવામાં આવે છે આરોપીએ ફરીયાદીને ફોજદારી કાર્યવાહીના કાયદા,૧૯૭૩ ની ક્લમઃ૩૫૭ (૧) મુજબ વિવાદીત ચેકની બાકી નીકળતી ૨૬મ રૂા.૮,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા આઠ લાખ પુરા)ની ડબલ ૨મ રૂ।.૧૬,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા સોળ લાખ પુરા)નો દંડ ફરમાવવામાં આવે છે તથા તે દંડમાંથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની ૨કમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯% વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભ૨વામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦ (નવું) દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવે છે આ કામમાં ફરીયાદી શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કર્યું.લી. તરફે એડવોકેટ વિજય જે. લકકડ (પટેલ) તથા કંપનીનાં પ્રકાશ સાધુ રોકાયેલ હતા.