
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉંચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ૨ નાસતા ફરતા આરોપીઓ મોરબી કાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધા
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ એન.એચ.ચુડાસમા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ ચન્દ્રકાંતભાઇ વામજા- જયેશભાઇ વાઘેલા- બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં ૧૮૦/૨૦૧૮ આઇ.પી.સી.કલમ-૪૫૭,૩૮૦,૫૧૧,૧૧૪ મુજબના ગુાના કામના નાસતા ફરતા આરોપી (૧) કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેહડા રહે.તરસીંગા તા કુક્ષી જી ધાર (એમ.પી.)વાળો હાલે કાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે ખેત મજુરી કરે છે, તથા (૨) બાદમ ઉર્ફે બહાદુર સિકંદરભાઇ ભુરીયા રહે. પીપરાની ગામ તા.કુક્ષી જી,ધાર (એમ.પી.)વાળો હાલે લોધીકા તાલુકાના દોમડા ગામ ખાતે મજુરીકામ કરે છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફ તથા ડ્રા.પોન્સ સતિષભાઇ કાંજીયા સાથે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી (૧) કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેહડા અનુ.જનજાતી ઉ.વ.રપ હાલે રહે.કાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામ હરસુરભાઇ નાથાભાઇ ચોવટીયાની વાડીએ તા કાલાવાડ જી.જામનગર મૂળ રહે.તરસીંગા મહેડા કળીચુ તા.કુક્ષી જી.ધાર (એમ.પી.) વાળાને નપાણીયા ખીજડીયા ગામ હરસુરભાઇ નાથાભાઇ ચોવટીયાની વાડીએથી તથા (૨) બહાદમ ઉર્ફે બહાદુર સિંકદરભાઇ ભુરીયા/અનુ.જનજાતી ઉ.વ.૨૬ મૂળ રહે. પીપરાની ગામ સ્કુલ ફળીયુ તા કુક્ષી જી ધાર (એમ.પી.) હાલે રહે.દોમડા ગામ અભયભાઇ જેન્તીભાઇ બાબરીયાના મકાન પાસે તા.લોધીકા જી.રાજકોટ વાળાને છાપરા ગામની સીમ દેવડાના પાટીયા પાસેથી તા.૦૩/૦૮/૩ ના રોજ પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપ્યા હતા
આમ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ-અલગ કુલ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવમાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા કુલ- ર આરોપીઓને પકડી પાડવામાં મોરબી કાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લોસ્કવોડને સફળતા મળી હતી આ કામગીરીમા અધિકારી તથા કર્મચારી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પી.એસ.આઈ એન.એચ.ચુડાસમા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના પોલીસ કર્મચારીઓ જોડાયેલા હતા