
માળીયા મિંયાણા પીપળીયા ચોકડી નજીક થયેલ મર્ડરના ગુન્હામા આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવતી નામદાર પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક કોર્ટ મોરબી
ડ્રાઈવર કંડકટર વચ્ચે ધરે જવાના ના પાડવા બાબતે ઝગડો થતા લોખંડનુ વ્હીલ પાનુ ડ્રાઈવરના માથાના ભાગે મારતા મર્ડરનો બનાવ બન્યો હતો
આ બનાવમા કેશની ટુંક હકિકત એવી છે કે માળીયા મિંયાણાના પીપળીયા ચોકડી નજીક હત્યાનો બનાવ બનતા ફરીયાદીના ભાઈ લેરાજી ચમનજી ઠાકોર રહે. અસાણા તાલુકો ભાંભર જીલ્લો બનાસકાઠા વાળાએ આરોપી દિનેશ વરજાંગ બોડાણા રહે બેપણ સુઈગામ જીલ્લો બનાસકાઠા વાળા સાથે ટ્રક નંબર જી.જે.૧૨ એ.યુ. ૫૩૮૨ વાળામા મરનાર લેરાજી ચમનજી ઠાકોર ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય અને આરોપી દિનેશ વરજાંગે મરણજનાર પાસેથી ધરે જવા માટે રુ ૧૦.૦૦૦ ની માંગણી કરેલ હોય ત્યારે મરણજનાર ડ્રાઈવર લેરાજી ઠાકોરે ધરે જવાની અને પૈસા આપવાની ના પાડતા બને વચ્ચે ઝગડો થતા આરોપી દિનેશ વરજાંગ એકદમ ઉશકેરાઈ જઈને ટ્રકમા પડેલ લોખંડનુ વ્હીલ પાનુ ઉપાડી મરણજનાર લેરાજી ચમનજી ઠાકોરને માથાના ભાગે એક ધા પછી બીજો ધા મારતા ડ્રાઈવર લેરાજી ઠાકોર લોહીલુહાણ હાલતમા ટ્રકની બોનટ પર પડી જતા મરણ ગયેલ હોય માળીયા મિંયાણા પોલીસે મરણ જનારના ભાઈની પોલીસ ફરીયાદ લઈને આરોપી દિનેશ વરજાંગની ધરપકડ કરી હત્યાનો ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરતા આ કેશ મોરબી પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક જજશ્રી પી.સી.જોષી સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપી દિનેશ વરજાંગના બચાવપક્ષના વકિલ તરીકે મનીષ.પી.ઓઝા (ગોપાલ ઓઝા) તથા મેનાઝબેન પરમારની ધારદાર દલીલો અને નામદાર હાઈકોર્ટ સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરતા તેને ધ્યાને લઈને આરોપી દિનેશ વરજાંગને હત્યાના ગુન્હામા નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો