
કલર પ્રિન્ટરમા બનાવટી બોગસ કરન્સી નોટ બનાવાના ગુન્હામાં પાંચ આરોપીઓને છોડી મુકતી મોરબી પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક કોર્ટ
ફરીયાદ પક્ષના કેશની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપી નં. ૧ ગોવિંદ હ૨જી મહેશ્વરી રહે. ભારાપર વાળાએ પોતાના સાઈ સ્ટુડીયોમાં રૂા. ૨૦૦૦– તથા રૂા. ૫૦૦૦|– તથા રૂા. ૧૦૦|− ના દરની ચલણી નોટો સ્કેન તેને પેન ડ્રાઈવ માં નાખી પેન ડ્રાઈવ કોમ્પ્યુટર માં ચડાવી કલર પ્રીન્ટર થી નોટો ની પ્રીન્ટ કાઢી બનાવટી (જાલી) નોટો બનાવી આરોપી નં. ૨ હર્ષદ રજનીકાંત દિવાણી (૨) મયુર હરીપ્રસાદ નિમાવત આ૨ોપી નં. ૫ જયદિપકુમાર કૌશીકકુમાર જોષી તથા નં. ૪ ઈમરાન ક૨ીમભાઈ સંઘવાણી જાલી નોટ હોવાનુ પોતે જાણતા હોવા છતાં તે નોટો અલગ અલગ જગ્યાએ વટાવી ખરા તરીકે ઉપયોગ કરી તેમજ પોતાના કબજામાં પણ આવી બનાવટી નોટો રાખી જેનો દેશ ના અર્થતંત્ર ને નુકશાન કરવાના ઈરાદે બજારમાં મુકી તેમજ પોતાના કબજામાં રાખી એકબીજાને ગુન્હામાં મદદગારી કરેલ હોય પોલીસે તમામ આરોપીઓને પકડી આઈ. પી. સી. કલમ ૪૮૯ (એ), ૪૮૯ (બી), ૪૮૯ (સી), તથા કલમ ૧૧૪ ના ગુન્હા નુ ચાર્જશીટ કરતા સદર કેસ મો૨બીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી પી. સી. જોષી સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસ માં આરોપી નં. ૨ હર્ષદ રજનીકાંત તથા આરોપી નં. ૩ મયુર હરીપ્રસાદ નિમાવત ના વકીલ તરીકે શ્રી મનિષ પી. ઓઝા, ગોપાલ ઓઝા ત્યા કુ. મેનાઝબેન એ. ૫૨મા૨ તથા અન્ય આરોપી વતી વકીલશ્રી. જે. એ. ઓઝા, ફેનીલ ઓઝા, ત્થા શ્રી ચીરાગ ડી. કારીયા ત્થા શ્રી એચ. એન. મહેતા રોકાયેલ હોય બચાવ પક્ષ તરફે વકિલશ્રી ગોપાલ ઓઝાની દલીલ તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના ચુકાદા રજુ કરતા નામદાર ડીસ્ટ્રીકટ જજશ્રી જોષી સાહેબે તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો