
મોરબી જીલ્લાના વાકાનેરના ભલગામે થી ૨૨૨ કીલો તથા ૮૧૦ ગ્રામ માદક પદાર્થ ગાંજાના પોસ ડોડાના કેસમાં આરોપી પ્રવિણ ભાલીયાનો શરતી જામીન પર છૂટકારો
બનાવની ટૂંકમાં વિગત એવી છે કે વાંકાનેર તાલુકા પોલીસે ૨૨૨ કીલો ૮૧૦ ગામ માદક પદાર્થ ગાંજાના પોસ ડોડા સાથે આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયા રહે. ભલગામ તાલુકો વાંકાનેર જીલ્લા મોરબી વાળા ને એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૧૫ (સી) મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામદાર સેશન્સ કોર્ટમાં રજૂ કરી ત્યારથી જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ જામીન અરજી કરતા આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પેશીયલ જજશ્રી (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલશ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પેશીયલ જજશ્રી (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબીના શ્રી પી. સી. જોષી સાહેબ એ આરોપી પ્રવિભાઈ નાજાભાઈ ભાલીયાને રૂ।. ૧૦૦૦૦- ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કર્યા હતા
આ કેસમાં આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાના વકીલશ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.