માળીયા મિંયાણા તાલુકાના મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળામાં રાખડી નિર્માણ સ્પર્ધા યોજાઈ

માળીયા મિંયાણા તાલુકાના મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળામાં રાખડી નિર્માણ સ્પર્ધા યોજાઈ

માળિયા મિંયાણા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓ માટે શાળામાં રાખડી નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ 3 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સુંદર મજાની રાખડીઓનું નિર્માણ કર્યું હતું. ધોરણ 3 થી 5 ની સ્પર્ધામાં ચાવડા આયુશી પ્રથમ, હુંબલ દિક્ષિત દ્વિતીય તેમજ જાડેજા હરસીધ્ધીબા એ તૃતીય ક્રમ મેળવ્યો હતો. સાથે ધોરણ 6 થી 8 ની સ્પર્ધામાં ભોજવિયા પ્રિતમ પ્રથમ, ડાંગર પૂર્વા દ્વિતીય તેમજ જાડેજા માયુરસિંહ એ તૃતિય ક્રમ મેળવ્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક રવિભાઈ મઠિયા તરફથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા અને શાળા પરિવારે વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here