માળીયા મિંયાણા તાલુકાની શ્રેષ્ઠ શ્રી જાજાસર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ધમાકેદાર ઉજવણી

માળીયા મિંયાણા તાલુકાની શ્રેષ્ઠ શ્રી જાજાસર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ધમાકેદાર ઉજવણી

માળીયા મિયાણા તાલુકાની શ્રી જાજાસર પ્રાથમિક શાળામાં 5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન )ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના ધોરણ 7 ના વિદ્યાર્થી પાટડીયા વિક્રમ એ આચાર્ય તરીકે ફરજ બજાવી સમગ્ર શાળાનું સંચાલન સફળતા પૂર્વક કર્યું હતું. શાળા માં શિક્ષકો તરીકે પણ બાળકો એ જ ફરજ નિભાવી શિક્ષણકાર્ય કર્યું હતું.શાળા ના શિક્ષકોએ જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ સમગ્ર દિવસ ખુબ જ આંનદદાયક અને પ્રેણાદાયક બની રહ્યો હતો

દિવસને અંતે શિક્ષકો બનેલ અને તેમની પાસે એક દિવસ માટે અભ્યાસ કરેલ બાળકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા.જેમાં બધાંનો એક જ સુર હતો કે મજા પડી!! શાળાના આચાર્ય શ્રી હરદેવભાઈ કાનગડ દ્વારા તમામ બાળકો ને અભિનંદન પાઠવ્યા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here