
મોરબીમા બનેલ ગોજારી ઝુલતાપુલની દુર્ધટના કેશમા સરકારી વકીલ તરીકે ડીજીપી વીજયભાઈ જાનીની નિમણુક કરાઈ
મોરબીમાં ગોઝારી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા અને તમામ પરિવારો ન્યાય માટે મીટ માંડીને બેઠા છે ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સરકારે સ્પેશિયલ પી.પી. તરીકે નિયુક્ત કરેલા રાજકોટના સંજય કે.વોરાને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવ્યા છે અને તેમના સ્થાને મોરબી જીલ્લાના સરકારી વકીલ ડીજીપી વિજયભાઈ જાનીને આ કેસની જવાબદારી સોપવામાં આવી છેમોરબીમા બનેલ ગોજારી ઝુલતાપુલની દુર્ધટના કેશમા સરકારી વકીલ તરીકે ડીજીપી વીજયભાઈ જાનીની નિમણુક કરાઈ
મોરબીના ઝુલતાપુલ દુર્ઘટના કેસમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત ૧૦ લોકો ની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે આ દુર્ઘટના બદલ ગુનો દાખલ થયો હતો ત્યારે ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજકોટના એસ.કે.વોરાની નિમણૂક કરવામાં આવી હતી. જેમને સરકારના કાયદા વિભાગના સેક્શન ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેમના સ્થાને મોરબી જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીને ઝૂલતો પુલ કેસની જવાબદારી સોપવામાં આવી છે જેથી હવે મોરબીના વકીલ જ આ કેસ લડશે જેથી કેસની પ્રક્રિયા ઝડપી બને અને મૃતકોના પરિવારને ન્યાય મળશે તેવી આશા બંધાઈ છે