મોરબી શકતશનાળા નિતિનનગરમા રહેણાંકના મકાનમા ઈંગલીશ દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૨,૫૬,૮૦૦/- ના જથ્થો સાથે એ ડિવિઝન પોલીસે આરોપીને ઉપાડી લીધો

મોરબી શકતશનાળા નિતિનનગરમા રહેણાંકના મકાનમા ઈંગલીશ દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૨,૫૬,૮૦૦/- ના જથ્થો સાથે એ ડિવિઝન પોલીસે આરોપીને ઉપાડી લીધો

પોલીસ ઇન્સપેકટર હુકુમતસિંહ જાડેજા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગ મા હોય દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા તથા ધનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા રહે.બંને મોરબી શકતશનાળા નીતીનનગર વાળાઓ પોતાના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરતા હોવાની હકિકત આધારે રેડ કરતા આરોપીના રહેણાંક માથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ- ૧૦૦ કિ.રૂ.૫૬,૮૦૦/- નો મુદામાલ મળી આવતા તેમજ દારૂના હેરફેરમા ઉપયોગમા લેવાતી ક્રેટા કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- વાળી મળી આવતા કુલ રૂ.૨,૫૬,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ તેમજ આરોપી ધનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા મળી આવતા અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ અન્ય આરોપી દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા રહે બને શકતશનાળા નિતિનનગર મોરબીને પકડવા તપાસ હાથ ધરી હતી પકડાયેલ આરોપી પાસેથી બ્લેક એન્ડ વાઈટ બ્લેન્ડર સ્કોય વ્હીસ્કીની કંપની શીલબંધ બોટલો નંગ-૩ તેમજ રૈર જે & બી બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કીની કંપની સીલબંધઃ-૬ અને એબસોલ્ટ વોડકા કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૩ બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ એલની બોટલ નંગ-૨૪ બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની ૧૮૦ એમ એલ ની બોટલ નંગ-નંગ-૪૦ રોયલ ચેલેન્જ અમેરીકન પ્રાઈડ ડીલક્ષ ગોલ્ડ વ્હીસ્કીની ૧૮૦ એમ એલ બોટલ નંગ-૨૪ તેમજ કેટા કાર નંબર નં.જીજે-૦૮-સીઆર-૫ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- આમ કુલ બોટલો નંગ-૧૦૦ કિ.રૂ.૫૬,૮૦૦/- તથા કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૫૬,૮૦૦- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમા પી.આઈ હુકુમતસિંહ જાડેજા તેમજ એ.એસ.આઇ આર.પી.રાણા તથા પોલીસહેડ કોન્સટેબલ એ.પી.જાડેજા તથા કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઈ ગરીયા હિતેષભાઇ ચાવડા સિધ્ધરાજભાઇ લોખીલ તથા પુનમબેન ચૌધરી સહિતનાઓએ કામગીરી કરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here