મોરબી નવયુગ સંકૂલ  વીરપરના વિદ્યાર્થીઓ SGFI શાળાકિય રમતોત્સવમાં રાજ્યકક્ષાએ  રમત ભાગ લેશે

મોરબી નવયુગ સંકૂલ  વીરપરના વિદ્યાર્થીઓ SGFI શાળાકિય રમતોત્સવમાં રાજ્યકક્ષાએ  રમત ભાગ લેશે

મોરબી જિલ્લા કક્ષાએ SGSI દ્વારા શાળાકીય રમતોત્સવનું આયોજન તારીખ 21-08-2023 થી 14-09-2023 સુધી થયેલ. જેમાં નવયુગ સંકૂલ વીરપરના વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં જિલ્લા કક્ષાએ ભાગ લઈ વિજેતા બનેલ. જેમાં ચેસ અંડર 17 માં રૂપાલા દક્ષ તથા પાંચોટિયા નૈનીશ વિજેતા થયેલ. સ્કેટીંગ અંડર 14 માં પટેલ આર્યા તથા અંડર 17 માં અઘેરા વ્યોમ વિજેતા થયેલ. એથ્લેટિક્સ ઊંચીકૂદમાં સોલંકી આર્યન તથા હથોડાફેંકમાં ફેફર વેદાંત વિજેતા થયેલ. 200 મીટર દૌડમાં દેત્રોજા વિશ્વ વિજેતા થયેલ. યોગાસન અંડર 14 માં જેઠલોજા મૈત્રી તથા અંડર 17 માં દેત્રોજા મહેક અને ઝાલા ધન્વીબા વિજેતા થયેલ. કરાટે અંડર 17 માં મારવણીયા રિશી વિજેતા થયેલ. ખોખો અંડર 19 ટીમમાં કૈલા મોક્ષ, વસાણીયા ધર્મ, ભાડજા મીત તથા અમૃતિયા પૂર્વ રાજ્ય ક્ક્ષા એ રમશે. વોલીબોલ અંડર 19 ટીમમાં સીતાપર રુદ્ર રાજ્યકક્ષાએ રમશે.વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓ તથા પી.ટી. ટીચર ભાલોડીયા હીનેશભાઇ ને સંસ્થામાં પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબે અભિનંદન પાઠવેલ.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here