રાજકોટમા જીવનનગર કા વિઘ્નહર્તાનું ભાવપૂર્વ સ્થાપન થયું જીવનનગર વિકાસ સમિતિ ઉપક્રમે ગણેશ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પોજાશે. ધારાસભ્ય, મેયર સહિત પદાધિકારીઓ હાજરી આપશે.

રાજકોટમા જીવનનગર કા વિઘ્નહર્તાનું ભાવપૂર્વ સ્થાપન થયું જીવનનગર વિકાસ સમિતિ ઉપક્રમે ગણેશ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પોજાશે. ધારાસભ્ય, મેયર સહિત પદાધિકારીઓ હાજરી આપશે.

રાજકોટ મા જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહતાનું ભાવપૂર્વ સ્થાપન કરવામાં આવ્યું હતું. તા. ૨૮ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે મંદિરની બાજુમાંથી સાદાઈથી ગણેશજીની મૂર્તિને લાવીને સ્થાપન કરવામાં આવ્યું હતું. ભગવાન ગણેશજીના ગુણાનુવાદ સાથે પૂજન-અર્ચન, આરતી કરવામાં આવ્યા હતા. વિનોદરાય છે. ભટ્ટે મહોત્સવનો શણગાર-સુશોભન કરી શ્રદ્ધાળુઓને આકર્ષવામાં આવ્યા હતા. સ્થાપન, દિપમાળા, મહાઆરતીમાં રહીશો જોડાયા હતા.

સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે પ્રતિ વર્ષ મંદિરમાં આસ્થા મુજબ ઉજવણી થાય છે. ઘોંઘાટ વગર, અબીલગુલાલ, વસ્તુઓનો બગાડ થાય નહિ, રાહદારીઓને તકલીફ પડે નહિ તેનું ધ્યાન રાખવામાં આવે છે. મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી. દરરોજ સાંજે આરતીમાં મોટી સંખ્યામાં રહીશો જોડાય છે. આગામી દિવસોમાં રાજયના મંત્રી, ધારાસભ્ય, મૈયર સહિત પદાધિકારીઓ હાજરી આપવાના છે. પ્રસાદનો બગાડ થાય નહિ તેનું ખાસ ધ્યાન આપવામાં આવે છે.વિઘ્નહતાં સ્થાપનમાં મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, યોગિતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, જયોતિબેન પુજારા, સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા, દક્ષાબેન ધકાણ, ચંદ્રીકાબેન મજેઠીયા, ભક્તિબેન ખખ્ખર, હીરાબેન બારોટ, શોભનાબેન ચાવડા, હર્ષાબેન પરમાર, જીજ્ઞાબેન ભટ્ટ, જયોત્સનાબેન દરજી, દેવાંગીબેન ચૌહાણ, હીનાબેન ઓઝા, દીપાબેન ભટ્ટ, હંસાબેન પરમાર, ભારતીબેન ડોડીયા, ગીતાબેન, નયનાબેન, ભદ્રાબેન, પ્રફુલ્લાબેન, ભારતીબેન, સમિતિના વિનોદરાય ભટ્ટ, અનંતભાઈ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, પૂજારી પ્રવિણભાઈ જોષી, પાર્થ ગોહેલ, ભાવેશભાઈએ હાજરી આપી હતી.

વરસાદના કારણે બે દિવસના ધાર્મિક કાર્યક્રમોમાં ફેરફાર કર્યો છે. દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીમાં ભાગ લેવા શ્રધ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે. આગામી મંદિરના પટાંગણમાં અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે તેની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here