
માળીયામિયાણાના વેજલપર ગામે મેઘરાજા મુશળધાર વરસ્યા જળબંબાકાર જુનાઘાટીલા રોડ પર દોઢ ફુટ જેટલા પાણી ફરી વળ્યા વેજલપર અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર
અહેવાલ- ગોપાલ ઠાકોર માળીયા મિંયાણા
મોરબી જિલ્લામાં તા.૧૯ના રોજ રેડ એલર્ટ ઝોનમાં ભારે વરસાદની આગાહી અપાતા જેની અસર તળે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ ખાબક્યો હતો જેમા માળીયામિયાણાના વેજલપર ગામે ભાદરવો ભરપૂર જેવો તાલ સર્જાયો છે જેથી વહેલી સવારથી શરૂ થયેલ મુશળધાર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી દેતા ઠેરઠેર પાણી ફરી વળ્યા હતા સિઝનનો સૌથી વધુ ભારે વરસાદ ભાદરવામાં ખાબકતા પાણી પાણી થઈ ગયા હતા જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ વેજલપર જુના ગામમાં જવાના રસ્તા પર ૩ ફુટ જેટલા પાણી ફરી વળતા નાના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જે પાણી પ્લોટ વિસ્તારમાં ફરી વળતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અત્રે ઉલ્લેખનીય છેકે દેર આયે દુરસ્ત આયે મેઘરાજાએ એક જ રાતમાં વેજલપર ખાખરેચી ગામના તળાવો ઓવરફલો કરી ભરી દીધા હતા તો બીજી તરફ કેનાલમાં પાણીની બુમરાણ વચ્ચે ખરા સમયે ઓક્સિજનમાં રહેલા ઊભા મોલ પર જાણે કાચું સોનું વરસતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો હતો