મોરબી તાલુકાના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન ઉપર હુમલો કરનારા બંને આરોપી જયેશભાઇ મિયાત્રા આહીર વસંતભાઈ રાઠોડ આહીરનો શરતી જામીન ઉપર છુટકારો

મોરબી તાલુકાના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન ઉપર હુમલો કરનારા બંને આરોપી જયેશભાઇ મિયાત્રા આહીર વસંતભાઈ રાઠોડ આહીરનો શરતી જામીન ઉપર છુટકારો

મોરબી તાલુકાના નાગડાવાસ નજીક મોરબી માળીયા હાઈવે ઉપર ગુજરાત ગેસ કંપનીની લાઈન નાખવાની કામગીરી ચાલુ છે ત્યાં વૃક્ષઓ કાપવા મા આવે છે તેવી ફોન થી જાણ મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ શીલુને કરવામા આવી હતી જેથી તેઓ બનાવ સ્થળે ગયા હતા અને ત્યા જોતા તપાસ કરતા કોઈ વૃક્ષો કાપવામા આવતા ન હતા બીજી તરફ ત્યા ઉભેલા માથાભારે શખ્શે ગેસ કંપનીનું કામ કરી રહેલ વ્યક્તિ ની સાથે માથાકૂટ કરી હતી તેથી મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શીલુ દ્વારા પોતાના મોબાઈલ ફોનમા તેનું વિડિઓ શૂટિંગ કર્યું હતું જેથી કરીને તે આરોપીએ મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શીલુ ઉપર હુમલો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી ત્યાર બાદ મહિલા ફોરેસ્ટ અધિકારી સોનલબેન શીલુને સારવાર માટે મોરબી ની સિવિલ હોસ્પિટલમા ખસેડવામા હતા અને આ બનાવ અંગે ની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી મોરબી ખાતે લાલબાગ સરકારી ક્વાર્ટરમા રહેતા મહિલા ફોરેસ્ટ ઓફિસર અધિકારી સોનલબેન શીલુ જાતે બ્રાહ્મણ ઉંમર વર્ષ -૩૬ ના એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા જયેશ ગગુભાઈ મિયાત્રા આહીર તથા વસંતભાઈ નારણભાઇ રાઠોડ આહીર બને રહે. જુના નાગડાવાસ વાળાઓ સામે ફરિયાદ નોંધાવેલ જે પોલીસે ગુન્હો રજીસ્ટર કરી ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૩૨ કે જે રાજ્ય સેવક ને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેકછા પૂર્વક વ્યથા કરવી તેમજ કલમ ૩૨૩ સ્વેકછા પૂર્વક વ્યથા કરવી તથા કલમ-૫૦૪ સુલેહ શાંતિ નો ભંગ કરવા ઉશ્કેરવા માટે ઈરાદા પૂર્વક અપમાન કરવું તથા કલમ ૧૧૪ ગુન્હો કરવા મા આવે ત્યારે દુષપ્રેરક ની હાજરી, વિગેરે મુજબ કલમો લગાવી ને બંને આરોપી જયેશ આહીર તથા વસંત આહીર ની મોરબી તાલુકા પોલીસ દ્વારા આ ગુનાહ ના કામે ધરપકડ કરી હતી અને તારીખ ૧૭-૦૯-૨૦૨૩ ના રવિવારના રોજ મોરબીના મહે. અડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટશ્રી ચંદનાની સાહેબના નિવાસ સ્થાને સાહેબ સમક્ષ રજુ કરતા આ કામના બંને આરોપી ઓ જયેશ આહીર અને વસંત આહીર તરફે વિદ્વાન ધારા શાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ શ્રી પી. ડી.માનસેતા દ્વારા જામીન અરજી રજુ કરીને ધારદાર કાયદાકીય દલીલ કરતા જે દલીલને મેજીસ્ટ્રેટ સાહેબે માન્ય રાખીને બંને આરોપીઓને રૂપિયા વીસ- વીસ હજારના શરતી જામીન ઉપર છોડવા નો હુકમ ફરમાવેલ અને બંને આરોપી ઓની સામે સુલેહ શાંતિ ના ભંગ બદલ મોરબી મામલતદાર સમક્ષ ચેપ્ટર કેસો કરી રજુ કરવામાઆવેલ હતા અને ત્યા બંને આરોપી ના વકીલ શ્રી પી. ડી. માનસેતા દ્વારા કાયદાકીય દલીલ કરેલ અને બંને આરોપી ને જામીન ઉપર છોડી મુકવાનો હુકમ મામલતદાર શ્રી એ ફરમાવેલ હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here