માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે ઓફીસમા સુવાની ના પાડતા ત્રણ યુવાનોએ લાકડી હાથમા પહેરેલા કડાથી ઈજા પહોચાડતા પોલીસ ફરીયાદ

માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે ઓફીસમા સુવાની ના પાડતા ત્રણ યુવાનોએ લાકડી હાથમા પહેરેલા કડાથી ઈજા પહોચાડતા પોલીસ ફરીયાદ

 

માળિયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે યુવાને એક શખ્સને વે-બ્રીજની ઓફિસમાં સુવાની ના પાડતા ઝઘડો થયેલ જે બાબતનો ખાર રાખી યુવાનને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી . આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મીયાણા) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માળીયા (મીયાણા) તાલુકાના વવાણીયા ગામે રહેતા અસલમભાઈ અભરામભાઈ કચ્ચા (ઉ.વ.૨૨) એ આરોપી સલીમ કરીમ સોતા, અસલમ કરીમ સોતા, તથા ફારીક કરીમ સોતા રહે. ત્રણે વવાણીયા ગામ તા. માળિયા (મી)વાળા વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૦૯-૨૦૨૩ ના રોજ સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપી સલીમને અગાઉ વે-બ્રીજની ઓફીસમા સુવાની ના પાડતા ઝઘડો થયેલ જેનો ખાર રાખીને આરોપી સલીમએ ફરીયાદીને કહેલ કે વે બ્રીજની ઓફીસમા સુવાની ના કેમ પાડેસ તેમ કહી પોતાના હાથમા પહેરેલ કડા વડે ફરીયાદીને માથાના ભાગે મારેલ તથા આરોપી અસલમએ ફરીયાદીને પકડી રાખેલ તથા આરોપી ફારૂકએ પોતાના હાથમા રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને ડાબા હાથના ખંભાના ભાગે એક ઘા મારી મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર અસલમભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળીયા (મીયાણા) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here