
મોરબીમા જશને ઈદે મિલ્લાદુન નબીના ખુશીના તહેવાર નિમિતે વાવડીરોડ કેજીએન પાર્ક તલાવડીવાસ સહિત વિસ્તારોમા વાયેઝ ન્યાઝશરીફનાના ભવ્ય કાર્યક્રમો યોજાયા જુઓ વીડીયો
મરહબા યા મુસ્તફાના નારાઓ સાથે કલાત્મક રોશનીના સણગારો સાથે વાયેઝ શરીફ ન્યાઝ શરીફના બાર દિવસ સુધી ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા
મોરબીમા જશને ઈદે મિલ્લાદુન નબીનો તહેવાર એટલે કે હઝરત મોહંમદ પયગંબર સલ્લાહોઅલયહે વસ્લમ સાહેબના જન્મ દિવસની ખુશીના તહેવાર નિમિતે તારીખ ૨૮ સપ્ટેમબરના રોજ વાજતે ગાજતે મોરબી શહેર સૈયદ ખતીબ અબ્દુલ રશીદમીંયાબાપુ કાદરીની આગેવાની હેઠળ ભવ્ય ઝુલુસ કાઢવામા આવશે
ત્યારે આ ખુશીના તહેવાર નિમિતે મુસ્લીમ બિરાદરો દ્રારા મોરબીના વાવડીરોડ પર આવેલ કેજીએન પાર્કમા રોડ શેરીઓ પર કલાત્મક રોશનીના શણગાર સાથે બાર દિવસ સુધી ન્યાઝ અને વાયેઝ શરીફના ભવ્ય કાર્યક્રમ યોજવામા આવ્યા હતા તેમજ ખાટકીવાસ તલાવડી ચોકમા બાવા અહમેદશા ગૃપના મર્હુમ મહંમદ હનીફભાઈ કાશવાણી ( મમુડાઢી) તથા ફારુકભાઈ કચ્છી તેમજ કમીટીના યુવાનો દ્રારા કોઈપણ જાતના ફંડ ફાળા વગર બાર દિવસ સુધી જશને ઈદે મિલ્લાદુન નબીની ખુશીના તહેવારમા બાર દિવસ સુધી વાયેઝની સાથે ન્યાઝનુ વિતરણ કરવામા આવે છે આ ખુશીના તહેવારમા વીસીપરા સુમરા સોસાયટી કાલીકાપ્લોટ મકરાણીવાસ ધાંચીશેરી જોન્સનગર સહિતના વિસ્તારોમા રોશની સાથે વાએઝશરીફ ન્યાઝશરીફની સાથે સાથે ભવ્ય કેક કાપી ન્યાઝ વિતરણ કરવામા આવશે