મોરબીમા ચેક રીટર્ન કેશમાં આરોપી હિતેશભાઈ કેશવજીભાઈ કામરીયાનેદંડ સહિત રકમ રૂા. ૪૦,૦૦,૦૦૦/- અને એક વર્ષની કેદની સજા ફટકારતી નામદાર કોર્ટ

મોરબીમા ચેક રીટર્ન કેશમાં આરોપી હિતેશભાઈ કેશવજીભાઈ કામરીયાનેદંડ સહિત રકમ રૂા. ૪૦,૦૦,૦૦૦/- અને એક વર્ષની કેદની સજા ફટકારતી નામદાર કોર્ટ

મળતી હકિકત મુજબ ફરીયાદ પક્ષની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી અને આરોપી સગાં સંબંધી થતા હોય, અને આરોપી ને ધંધામાં રૂપિયાની જરૂરીયાત પડતાં ફરીયાદી પાસે આવીને સંબંધના દાવે રૂ।. ૨૦,૦૦,૦૦૦/- ની માંગણી કરતા ફરીયાદીએ વગર વ્યાજે રૂા. ૨૦,૦૦,૦૦૦/- રોકડા ધંધાના હેતુમાટે હાથઉછીના આપેલ અને આરોપીએ સીકયુરીટી પેટે ચેક આપેલ અને કહેલ છમાસ પૂરા થયે પૈસા પરત ન મળે તો ચેક વટાવી શકશો તેવુ જણાવેલ ત્યારબાદ ફરીયાદીએ આરોપી પાસેથી લેણી રકમની માંગણી કરતા આરોપીએ પૈસા ન આપતા આરોપીના કહેવા મુજબ રૂા. ૨૦,૦૦,૦૦૦/- નો ચેક બેંક માં નાખતા અપૂરતા નાણાં ભંડોળને કારણે ચેક બાઉન્સ થયેલ. જેની જાણ આરોપી ને કરેલ છતાં નાણાં વસુલ નહી મળતા ફરીયાદી કાંતિલાલ છગનલાલ કોટડીયાએ ધી નેગોશીપબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અર્થે મોરબી નામદાર એડીશનલ.ચીફ.જયુડીશીયલ.મેજીની કોર્ટમાં વકીલશ્રી હિરલ આર.નાયક તથા નિશા એલ. વડસોલા તથા પી.કે. કાટીયા મારફત કેશ દાખલ કરેલ જે કેશ ચાલી જતાં મોરબી ના મહરબાન. બીજા એડીશનલ. ચીફ. જયુડીશીયલ. મેજીસ્ટ્રેટ શ્રી ડી. કે. ચંદનાની સાહેબે આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેકની બાકી નીકળતી રકમ રૂા.૨૦,૦૦,૦૦૦— ની ડબલ રકમ રૂા. ૪૦,૦૦,૦૦૦/- નો દંડ તથા દંડ માંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણીની તારીખસુધીના વાર્ષિક ૯% વ્યાજ સહિત ચૂકવીઆપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ નામદાર કોર્ટે ફરમાવેલ. આ કેશમાં ફરીયાદી તરફે મોરબીના જાણીતા વકીલ શ્રી હિરલ આર. નાયક તથા નિશા એલ. વડસોલા તથા પી. કે. કાટીયા રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here