માળીયા મિંયાણા તાલુકાના હરીપર ગામે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કલેકટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની હાજરીમા પ્રાથમિક શાળામાં વિવિધ ગામના ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું

માળીયા મિંયાણા તાલુકાના હરીપર ગામે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કલેકટર ટીડીઓ મામલતદારની હાજરીમા પ્રાથમિક શાળામાં વિવિધ ગામના ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટ- રજાક બુખારી માળીયા મિંયાણા

પર્યાવરણને પ્રોત્સાહિત કરવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે મોરબી જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડના એમ.ડી હીરેન્દ્રસિંહજી ઝાલા માળીયા મિંયાણાના મામલતદાર શાંતીબેન આહિર તાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોંઢીયા,માળીયા મિંયાણા તાલુકાના મીઠા ઉદ્યોગકારો અને હરીપર ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડના એમ.ડી હીરેન્દ્રસિંહ ઝાલા દ્વારા સર્વે અતિથિઓને આવકારવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કંપનીના અધિકારી વિવેક ધ્રુણા દ્વારા ઉપસ્થિત અતિથી ગણને કંપની દ્વારા માળિયા તાલુકાન ગામોમાં કરવામાં આવતી વિવિધિ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે એજ્યુકેશન, મેડીટેશન, શેનીટેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પર્યાવરણ લક્ષી શિક્ષણ વિશે માહિતી અપાઇ હતી. ત્યારબાદ અતિથિઓ દ્વારા માળિયા, દેવગઢ (નવા અને જુના), જાજાસર, બગસરા, વાંઢીયા, જંગી અને આંબલીયારા સહિતના ગામોના વિદ્યાર્થીઓને ટી-શર્ટ તથા નાસ્તા બોક્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪માં પણ કંપની દ્વારા વિખ્યાત કથાકાર મોરારીબાપુના વરદ હસ્તે આ જ પ્રકારે ટીશર્ટનું વિતરણ કરાવવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લા કાલેકટર જી.ટી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનો તથા વિદ્યાર્થીઓને સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિશે જાણકારી આપી હતી અને કંપની દ્વારા સામાજિક તથા સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી અને આ કાર્યક્રમો યોજવા માટે અભિનંદન પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવ સોલ્ટના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજાના નેતૃત્વ હેટળ કંપની ના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, જયરાજસિંહ જાડેજા, રાજેશ પરમાર, રવિ ડાંગર, જય બોરીચા, કુલદીપ બોરીચા અને અનમોલ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here