
મોરબીમા જશને ઈદે મિલ્લાદુન નબીના ખુશીના તહેવાર નિમિતે વીસીપરા ન્યુ જનક વિસ્તારમા મહાકાય કેક કાપી ન્યાઝ વિતરણ કરાયુ
મરહબા યા મુસ્તફાના નારાઓ સાથે વીસીપરામા ૯૨ કિલ્લોનો કેક અને ન્યુ જનકનગર સોસાયટીમા ૫૨ કિલ્લોનો કેક સાથે વાયેઝ શરીફ ન્યાઝ શરીફના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા
મોરબીમા જશને ઈદે મિલ્લાદુન નબીનો તહેવાર એટલે કે હઝરત મોહંમદ પયગંબર સલ્લાહોઅલયહે વસ્લમ સાહેબના જન્મ દિવસની ખુશીના તહેવાર નિમિતે મુસ્લીમ બિરાદરો દ્રારા મોરબીના વીસીપરા વીસ્તારમા ૯૨ કિલ્લોનો કેક અને ન્યુજનકનગર સોસાયટીમા ૫૨ કિલ્લોનો કેક કાપી ન્યાઝ અને વાયેઝ શરીફના ભવ્ય કાર્યક્રમ યોજવામા આવ્યા જશને ઈદે મિલ્લાદુન નબીની ખુશીના તહેવારમા બાર દિવસ સુધી વાયેઝની સાથે ન્યાઝનુ વિતરણ સહિત આ ખુશીના તહેવારમા વીસીપરા સુમરા સોસાયટી કાલીકાપ્લોટ મકરાણીવાસ ધાંચીશેરી જોન્સનગર સહિતના વિસ્તારોમા અદભુત રોશની સાથે વાએઝશરીફ ન્યાઝશરીફની સાથે સાથે ભવ્ય કેક કાપી ન્યાઝ વિતરણ કરવામા આવ્યુ હતુ જેમા વીસીપરા વિસ્તારમા મોરબીના શહેર ખતીબ અબ્દુલ રશીદમિંયાબાપુ કાદરીના હસ્તે કેક કાપી દુવા માંગવામા આવી હતી તેમજ ન્યુ જનકનગર સોસાયટીમા ઉમરમીંયાબાપુ બુખારી અને આરીફભાઈ સાઈચાની આગેવાનીમા બાવન કિલ્લોનો કેક કાપી ન્યાઝ વિતરણ કરવામા આવ્યુ હતુ આ ખુશીના પ્રસંગે બહોળી સંખ્યામા મુસ્લીમ બિરાદરોએ હાજરી આપી હતી