
મોરબીમા સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ દ્રારા તેજસ્વી તારલાઓનો ૨૬ મો સરસ્વતિ સત્કાર સમારોહ યોજાશે
રિપોર્ટ- અલ્પેશ ગૌસ્વામી મોરબી
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો ૨૬ મો સરસ્વતી સત્કાર સમારંભ યોજવામાં આવશે જેની અંદર ગોસ્વામી સમાજના કેજી થી કોલેજ સુધી તથા કોલેજ થી કોઈપણ માસ્ટર ડિગ્રી કે કોઈપણ ડિગ્રી તથા કોઈપણ વિશેષ સિદ્ધિ મેળવેલ વિધાર્થીઓ જ્ઞાતિની વાડીમાં સરસ્વતી સત્કાર સમારંભ યોજવામાં આવશે જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને જ્ઞાતિના વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે તેઓને શીલ્ડ તથા શૈક્ષણિક કીટ ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવશેજે માટે તો આ માટે માર્કશીટ વહેલામાં વહેલી તકે નીચે આપેલ સ્થળે તારીખ ૧૯-૧૦-૨૦૨૩ સુધીમાં પહોંચતી કરવા વિનંતી માર્કશીટ આપવાનું સ્થળ ગોસ્વામી બુક સ્ટોલ સરદાર બાગ પેટ્રોલ પંપ સામે પત્રકાર સુરેશ ગીરી બ્યુરો ચીફ ફૂલ છાપ પત્રકાર અલ્પેશ ગોસ્વામી તથા શ્રીરામ મોબાઈલ રીપેરીંગ સત્યમ ગીરી ગોસ્વામી દેવ અક્ષર કોમ્પલેક્ષ સામે નહેરુ ગેટ ચોકસમય સવારે ૧૦:૦૦ થી રાત્રિના ૮:૦૦ સુધી ખાસ સુચના માર્કશીટ પાછળ આપના મોબાઈલ નંબર લખવા તથા જ્ઞાતિના કોઈપણ કારોબારી સદસ્યને આપી શકશો એમ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી ગોસ્વામી ની યાદીમાં જણાવે છે