
મોરબીમાં વ્યાજખોરોની પઠાણી ઉધરાણીના ત્રાસથી કંટાળીને પટેલ યુવાનનો આપઘાતનો પ્રયાસ ૨૨ શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ
પટેલ યુવાન કેયુર બાવરવા મોરબી માધવ મારકેટીંગમા ઈમીટેશનની દુકાન ધરાવે છે વ્યાજખોરોના ત્રાસના કારણે મકાન સોનાના દાગીના વેચી નાખ્યા છતા ધાડ ધમકીથી કંટાળી આપધાત કરવા મજબુર બન્યો
મોરબીની અવની ચોકડી પાસે વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને રૂપિયાની જરૂર હોવાથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા લીધેલ હતા જેની સામે તેને આરોપીઓને ઉંચુ વ્યાજ પણ ચૂકવી આપેલ છે છતા આરોપીઓ દ્વારા તેની પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને એક કે બે નહીં પરંતુ ૨૨ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મૂળ ટંકારાના વીરપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીની અવની ચોકડી પાસે વૃંદાવન એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧ માં રહેતા અને ઇમીટેશનનુ કામ કરતાં કેયુરભાઇ નાગજીભાઇ બાવરવા જાતે પટેલ (૩૪)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાલમાં ગોપાલભાઇ ભટ્ટ રહે. વાવડી રોડ હાલ રહે. વીરપર હરીપાર્ક તાલુકો ટંકારા, ભોલુ જારીયા રહે. રવાપર ઘુનડા રોડ મોરબી, રોહીતભાઇ રહે. મોરબી, મુકેશભાઇ ડાંગર રહે. મોરબી, ઉમેશભાઇ રહે. મોરબી, રાજભાઇ ઉર્ફે લાલભાઇ રહે. મોરબી, પ્રકાશભાઇ રહે. મોરબી, અજીતભાઇ રહે. મોરબી, જયેશભાઇ ભરવાડ રહે. મોરબી, કમલેશભાઇ રહે. મોરબી, પ્રતીક ઉર્ફે પતીયો રહે. મોરબી, જયદેવભાઇ રહે. મોરબી, વિપુલભાઇ રહે. મોરબી, જયદીપભાઇ ડાંગર રહે. મોરબી, મિલનભાઇ રહે. મોરબી, મેરૂભાઇ રામજીભાઇ રબારી રહે. વિરપર, મહીપતસિંહ જાડેજા રહે. મોરબી, દીલીપભાઇ બોરીચા રહે. મોરબી, લાલાભાઇ રહે. નાગડાવાસ, વિરમભાઇ રબારી રહે. મોરબી, ભરતભાઇ મુળ. ગામ ઉંચી માંડલ અને રીઝવાન રહે. વિરપર તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) તથા ધી મનીલેન્ડર્સ એકટ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે