મોરબીના ચકચારી કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ રાણીબા સહિત કુલ છ આરોપીના રિમાન્ડ માટે કોર્ટમા રજુ કરાતા ૧ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરાયા

મોરબીના ચકચારી કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ રાણીબા સહિત કુલ છ આરોપીના રિમાન્ડ માટે કોર્ટમા રજુ કરાતા ૧ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરાયા

પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે રિમાન્ડ માટે કોર્ટમા રજુ કરાતા આરોપીના વકીલ અને સરકારી વકીલોની દલીલોને ધ્યાને રાખી એક ડિસેમ્બર સુધીના રિમાંન્ડ આપી નામદાર કોર્ટે પોલીસને સોપ્યા

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૧૨ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, ત્યાર બાદ પોલીસે આ ગુનામાં હાલમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તથા તેનો ભાઈ સહિત વધુ છ આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે કોર્ટમા રજુ કરાતા ૧ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનામાં પોલીસે ભોગ બનેલા યુવાનને જે તે સમયે ફડાકો માર મારનારા મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી) (૨૬) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તે આરોપીના રિમાન્ડ નામંજૂર કરેલ છે જેથી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે આ ગુનામા ગઇકાલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ તેના વકીલ સાથે મોરબી જિલ્લા એલસીબીની ઓફિસે રજૂ થયા હતા જેથી કરીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી

હાલમાં આ ગુનામાં આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રહે. બંને પેસિફિક હાઈટ્સ- ૪૦૧ એસ.પી. રોડ મોરબી તથા રાજ અજયભાઈ પડસારા રહે. બાપાસીતારામ ચોક પાસે રવાપર રોડ મૂળ રહે શાંતિની કેતન સોસાયટી બગસરા અમરેલી, પરિક્ષિત સુધીરભાઈ ભગલાણી બ્રાહ્મણ (૩૩) રહે. ૪ કાયાજી પ્લોટ મહેશ હોટલ સામે શનાળા રોડ મોરબી, ક્રિશ જયંતિભાઈ મેરજા જાતે પટેલ (૧૮) રહે. ઓશો ટાવર અમી પેલેસ પાસે કંડલા બાયપાસ મોરબી અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલા જાતે પટેલ (૨૦) રહે. ૭-સુભાષનગર નિર્મલ સ્કૂલ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ લેવા માટે પોલીસે કોર્ટમા રજુ કરાતા કોર્ટે ૧ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here