
મોરબીમા હાથ ઉછીની આપેલી લેણી રકમ રૂા.૮૦,૦૦૦/- ૬% વ્યાજ સાથે દાવા તારીખથી વસુલ આપવા અંગે મોરબી એડીશનલ સીવીલ કોર્ટનો ચુકાદો.
મોરબીના રહીશ અમરશીભાઈ ઝીણાભાઈ કંઝારીયાએ સબંધ દાવે તેમના મિત્ર નામે રાઘવજી ઉર્ફે રાઘવ ધરમશીભાઈ ચાવડા રહેવાસી મોરબી વાળાને ઈ.સ.ર૦૧૮ મા ટુકડે ટુકડે અલગ અલગ તારીખે રૂપિયા ૮૦,૦૦૦/- રોકડા હાથ ઉછીના આપેલ હતા. જેનુ લખાણ રાઘવજીભાઈ ધરમશી ભાઈ ચાવડાએ કરી આપેલ હતુ. જેની અમરશી ભાઈ ઝીણાભાઈ કંઝારીયાએ ઉઘરાણી કરતા રાઘવજીભાઈએ સદરહુ રકમ અમરશી ઝીણાભાઈને પરત આપેલ નહી. તેથી અમરશી ઝીણાભાાઈ કંઝારીયાએ વકીલશ્રી પી.આર.પરમાર તથા હસમુખ. એચ. ડાભીને વકીલ તરીકે નીમણુંક કરી મોરબી સીવીલ અદાલતમા મજકુર રકમ રૂપિયા ૮૦,૦૦૦/- વસુલ મેળવવાનો દાવો તા.૧૯/૩/૨૦૧૯ ના રોજ દાખલ કરેલ હતો. સદરહુ દાવાના કામે પતિવાદીએ તેના બચાવમા એવુ જણાવેલ કે, તેઓએ વાદી પાસેથી હાથ ઉછીની રકમ લીધેલ નથી. પરંતુ પ્રતિવાદીએ વાદીના કારખાનાનુ બાંધકામ શરૂ કરેલ તેની મજુરીના રૂપિયા લીધેલા છે. તેવુ જણાવીને વાદીનો દાવો રદ કરવા રજુઆત કરેલી હતી. દાવાના કામે બન્ને પક્ષે લેખીત મૌખીક પુરાવો લેવામા આવેલ હતો અને ત્યાર બાદ બન્ને પક્ષે દલીલો સાંભળવામા આવેલ હતી. વાદી પક્ષે વકીલશ્રી હસમુખ. એચ. ડાભીએ તેના અસીલ પક્ષે લો પોઈન્ટ અને કેસની હકીકત અનુસંધાને ધારદાર દલીલો કરેલ હતી જે ધ્યાને લઈ નામદાર સીવીલ અદાલતે વાદીનો દાવો મંજુર કરેલ છે. દાવાના કામે પ્રતિવાદીને એવો હુકમ કરેલ છે કે,” વાદીની લેણી રકમ રૂપિયા ૮૦,૦૦૦/- અંકે રૂપિયા એંસી હજાર પુરા તે દાવા તારીખથી વસુલ આવવા સુધી વાર્ષીક ૬% ના વ્યાજે ચુકવી આપવા “, ” પ્રતિવાદી આ લેણી રકમ ચુકવી આપવામા કસુર કરે તો વાદી પ્રતિવાદીની સ્થાવર તથા જંગમ મીલકત માથી વસુલવા હકકદાર છે.” દાવાના કામે વાદી પક્ષે વિધ્વાન વકીલશ્રી પી.આર.પરમાર તથા એચ.એચ.ડાભી રોકાયેલ હતા.