
માળીયા મિંયાણાના રોહીશાળા ગામની સીમમા પરેશ કાલરીયાની હત્યાનાના આરોપી કહેવાતા પતિ પત્ની ને મધ્યપ્રદેશમાંથી પોલીસે દબોચી લીધા કેમ કરી પટેલ યુવાનની હત્યા જુઓ વીડીયો
પરપ્રાંતિય બને હત્યા કરનાર કહેવાતા પતિ પત્ની હત્યા કરી મધ્યપ્રદેશ નાશી ગયા હતા પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધા હતા
માળીયામિંયાણા તાલુકાના રોહીશાળા ગામનાં ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયાનાં ભાઈ પરેશભાઈને આરોપી રાગેશ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંગ બધેલ તથા આરોપીની પત્ની રાજબાઈ બન્નેએ મળી કોઇ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથીયાર વડે માથાના પાછળના ભાગે તેમજ ગળાના ભાગે તથા મોઢાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું આ મર્ડર કરવામા એકબીજાએ મદદગારી કરેલ હોવાનુ જાહેર થયેલ અને આ મર્ડરનો ગુન્હો માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો મર્ડરનાં આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ આદરી હતી તપાસ દરમ્યાન આરોપીઓ તેમનાં રહેણાંક છોટા ઉદેપુર તેમજ મધ્યપ્રદેશમા હોવાની પોલીસને માહિતી મળતા માળીયા મીયાંણા પોલીસ સ્ટેશનની એક ટીમ સદરહુ જગ્યાએ તપાસમા જવા રવાના થયેલ અને આ બંને આરોપીઓ તારીખ ૪/૧૨/૨૦૨૩ ના રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસીંગ બઘેલ અને તેની પત્ની રાજબાઈ જાતે-ભીલ ધંધો-ખેત મજુરી રહે હાલ માળીયા મીંયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમા પરેશભાઈ કાલરીયાના ખેતરે મધ્યપ્રદેશ નાં તેમના ગામેથી ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મર્ડરનનાં આ બંને આરોપીઓને ઝડપી લેવાની કામગીરી માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર એન.બી.કલસરીયા, પોલીસ સબ ઈન્સ્પેકટર એન.એમ.ગઢવી, એ એસ આઈ વનરાજસિંહ બાબરીયા , પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ જાડેજા, મુમાભાઈ કલોત્રા, ભગીરથસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી