
મોરબીમા અનુસુચિત જાતિ મુળનિવાસી સંધ દ્રારા વિશ્ર્વ વિભુતિ પરમ પુજય ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ૬૭ મા મહા પરિનિર્માણ દિન નિમિતે ભવ્ય ધમ્મયાત્રામા કેન્ડલમાર્ચ સાથે મૌન રેલી કાઢવામા આવી હતી
મોરબી નહેરૂગેટ ચોકમા મહિલા પી.એસ.આઈ સોનારા અને ટ્રાફિક પોલીસે ફુલહાર કરી બહુજન સમાજે ડો.બાબાસાહેબની પ્રતિમા સુધી મૌન રેલી કાઢી હતી
ભારતભરમા ૬ ડિસેમ્બરના દિવસે ભારતરત્ન ભારત આઝાદ દેશના બંધારણના ધડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના મહાનિર્માણ દિવસની ભવ્ય ઉજવણી કરી ઠેર ઠેર શ્રધ્ધાજલી પાઠવવામા આવી હતી ત્યારે મોરબીમા અનુસુચિત જાતી મુળનિવાસી સંધ બહુજન સમાજ દ્રારા ભારતના મહાપુરુષ ડો.બાબાસાહેબના મહાનિર્માણ દિવસ નિમિતે સિવિલ હોસ્પીટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કરી તેમજ સાંજના સમયે નહેરુગેટ ચોકથી નગરપાલીકા ગ્રાઉન્ડમા આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલમાર્ચથી મૌનરેલી કાઢી ડો.બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી મહાનિર્માણ દિવસની ઉજવણી સાથે શ્રધ્ધાંજલી પાઠવી હતી આ કાર્યક્રમમા નહેરુગેટ ચોકમા મહિલા પી.એસ.આઈ. સોનારા અને ટ્રાફિક પોલીસના જીલુભાઈ ગોગરાએ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મૌનરેલીનુ પ્રસ્થાન કરવામા આવ્યુ હતુ