મોરબીમા નગરપાલીકા તંત્રના પાપે ઠેર ઠેર મોતના કુવા મોત મુઠીમા લઈને ફરતા શહેરીજનોમા ઉગ્ર રોષ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા..જુઓ વીડીયો

મોરબીમા નગરપાલીકા તંત્રના પાપે ઠેર ઠેર મોતના કુવા મોત મુઠીમા લઈને ફરતા શહેરીજનોમા ઉગ્ર રોષ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા..જુઓ વીડીયો

મોરબી નગરપાલીકા તંત્ર ધણીધોરી વગરનુ હોવાથી શહેરના માર્ગો પર ઠેર ઠેર ખુલ્લી ભુગર્ભ ગટરના ઢાંકણા મૌત સમાન ચોમેર ગંદકીનુ સામ્રાજય છતા પાલીકાતંત્રના પેટનુ પાણી પણ હલતુ નથી

મોરબી શહેરમા છેલ્લા લાંબા સમયથી નિંભર પાલીકા તંત્ર ભરનિંદ્રામા હોય તેવુ શહેરીજનોમા રોષ સાથે બુમ ઉઠી જવા પામી છે ત્યારે મોરબી શહેરના લાતીપ્લોટ વાવડીરોડ માધાપર રોડ મચ્છીપીઠ જુના એસ.ટી.સ્ટેન્ડ સહિતના શહેરી વિસ્તારોમા ઠેર ઠેર કિચક ગંદકીનુ સામ્રાજ્ય અને મૌત સમાન ખુલ્લી ભુગર્ભ ગટરના ઢાકણાઓએ વાહન ચાલકો અને શહેરીજનોના જીવ જોખમમા મુકયા હોય તેમ અનેક વખત ખુલ્લી ભુગર્ભ ગટરના ખાડામા અનેક વખત વાહન ચાલકો મૌતના મુખમાથી બચ્યા છે અને અનેક વખત વાહન ચાલકોને વાહનોમા નુકશાન ભોગવવુ પડયુ છે તેમજ લાતીપ્લોટ શેરી નંબર ૮ મેઈનરોડ પર ઈકબાલ લોજની સામે ખુલ્લી ભુગર્ભ પથ્થરો અને કચરાથી બંધ હોવાથી અનેક અકસ્માત સર્જાયા છે અને ચોવીસ કલાક ગટરનુ ગંદુ પાણી ઉભરાઈ રહયુ છે જેની અનેક વખત રજુઆતો કરવા છતા પાલીકાતંત્રના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહયા છે ત્યારે મોરબી શહેરના વાહન ચાલકો પાલીકાતંત્રના પાપે મૌત મુઠીમા લઈને ફરી રહયા હોવાનો અહેસાસ અનુભવી રહયા છે અને જો આ જીવના જોખમ સમાન ખુલ્લી ગટરના ઢાકણાઓ બંધ નહી કરાય તો ગમે ત્યારે શહેરીજનો અકસ્માત અને મૌત સાથે ભેટો થશે જેની તમામ જવાબદારી પાલીકાતંત્રની રહેશે તેવી લોક ફરીયાદ સાથે લોકોમા રોષ જોવા મળ્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here