માળીયા મિંયાણા તાલુકાના સરવડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર આપે તેવી સુવિધાઓથી સજજ જુઓ વીડીયો

માળીયા મિંયાણા તાલુકાના સરવડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર આપે તેવી સુવિધાઓથી સજજ જુઓ વીડીયો

માળીયા મિંયાણા તાલુકાની એકમાત્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના દર્દીઓ ૧૫ કી.મી દુર સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા સારવાર લઈને સંતોષ અનુભવી રહયા છે

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાનાં સરવડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સગવડ અને સુવિધાઓ પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સરવડ ગામે આજુ બાજુના તથા દૂરના ગામડાઑના દર્દીઓ અહીની હોસ્પિટલમા સારવાર લેવા આવે છે જેમાં દર્દીને તમામ પ્રકારની પ્રાઇમરી સારવાર આપવામાં આવે છે અહી અધ્યતન લેબોરેટરી પણ આવેલ છે જેમાં સરકારશ્રીના નિયમ મુજબના તમામ ટેસ્ટ કરવામાં આવે છે આ પીએચસી સેન્ટરમા અધ્યતન લકસરી ડીલેવરી રૂમની સુવિધા છે જેમાં એપ્રિલથી અત્યાર સુધીમાં ૨૪ નોર્મલ ડીલેવરી પણ કરવામાં આવી છે સાથે સાથે દરેક ડીલેવરીમા દાતાશ્રી તરફથી દરેક સ્ગર્ભા માતાને અનાજની કીટ મા ૫ કિલો ઘઉં,૧ કિલો ગોળ ૫૦૦ગ્રામ ચોખુ ઘી અરવિંદ ભગવાનજીભાઈ વીરમગામા તરફ થી આપવામાં આવે છે,અને તમામ ડીલેવરી વાળા બહેનો ને કપડા મુળજીભાઈ રંગપરિયા (મોરબીવાળા) તરફથી આપવામાં આવે છે,સાથે તમામ બહેનો જે સમય ડીલેવરી થાય ત્યારે ગરમા ગરમ શીરો ચોખ્ખા ધી નો ભરતભાઈ બાબરિયા અને મહેશ મારાજ તરફ ફ્રી આપવામાં આવે.આમ ડીલેવરીમા સ્ગર્ભા બહેનોને દાતા તરફથી આટલી વસ્તુ પણ ફ્રી આપી સહકાર અને પ્રોત્સાહન આપવામા આવે છે અહી દર સોમવારે મમતા દિવસ પણ કરવામાં આવે છે.જેમાં બાળકો અને સગર્ભા બહેનો ને તમામ રસીકરણ અને તમામ સગર્ભાના લોહીની લેબોરેટરી તપાસ પણ કરવામાં આવે છે અને જે સગર્ભા બહેનની લોહી ટકાવારી ઑછી હોય તો તેને વધારવા માટેની ટ્રીટમેંટ પણ કરવામાં આવે છે આરોગ્યના તમામ પ્રોગ્રામનું સારી રીતે અમલીકરણ કરવામાં આવે છે.આ કેન્દ્ર ખાતે સ્વચ્છતા પણ ખૂબ સારી રીતે રાખવામા આવે છે.અને સાથે મોટા પ્રમાણમાં વૃક્ષો સાથે હરીયાળી જોવા મળે છે અને સાથે હર્બલ ગાર્ડન પણ બનાવમાં આવ્યો છે.આથી કહી સકાય કે આ સરકારી હોસ્પિટલ પ્રાઇવેટ પણ ટક્કર આપે તેવી સગવડ અને સુવિધાઓથી સજજ હોવાથી માળીયા મિંયાણા શહેરના દર્દીઓ મોરબી પ્રાઈવેટ હોસ્પીટલમા સારવાર માટે જવાને બદલે પંદર કિ.મિ.દુરથી અહી સારવાર લેવાનુ પસંદ કરે છે આ તમામ કામગીરીને સારી રીતે થાય શકે તે માટે અને તેને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસર ડો.નિરાલી ભાટિયા અને તેની સમગ્ર ટીમ આ કામગીરીમા સારી એવી મહેનત કરે છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here