
મોરબી જીલ્લામા ઓવરલોડ દોડતા ટ્રકો પર પોલીસતંત્ર આરટીઓના ચાર ચાર હાથ ? નવલખીબંદરેથી ઓવરલોડ કોલસાના ડમ્પરોની હારમાળા હાઈકોર્ટના નિયમોનુ સરેઆમ ઉલંધન છતા તંત્રમૌન જુઓ વીડીયો
નવલખીબંદરેથી ઓવરલોડ કોલસો ભરેલા ટ્રકોમાથી કોલસાના પથ્થરો ચાલુ ટ્રકે રોડ પર ઉડતા નાના વાહન ચાલકોની જીંદગી જોખમમા છતા કાર્યવાહી નહી થતા લોકોમા રોષ ફેલાયો હતો
મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના નવલખીબંદર પર કોલકાર્ગોની આયાત છે ત્યારે દરરોજના બસોથી વધારે ટ્રકો કોલસાનુ પરીવહન કરી રહયા છે ત્યારે આ તમામ ટ્રકોમા પોલીસતંત્ર અને આરટીઓ કચેરીના અધિકારીઓની મીઠીનજર અને મહેરબાનીથી ટ્રાસ્પોટરો દ્રારા પોતાના સ્વાર્થ માટે ટ્રકોમા ઓવરલોડ કોલસો ભરી ટ્રકોનુ નવલખીબંદરથી મોરબી હાઈવે પર ઓવરલોડ કોલસો ભરેલા ટ્રકો પરીવહન કરતા ચાલુ ટ્રકોમાથી મસમોટા કોલસાના ગાંગડાઓ નીચે પડતા નાના વાહન ચાલકો બાઈક સવારોના જીવ તાળવે ચોંટી જાય છે અને જીવનુ જોખમ ઉભુ થાય છે છતા પોલીસતંત્ર આરટીઓ વિભાગના અધિકારીઓના આંખે હપ્તાના પાટા બંધાયેલા હોય તેવી લોકચર્ચાએ જોર પકડયુ છે જો નવલખીબંદર થી મોરબી હાઈવે પર વિજીલેન્સ ટીમ તપાસ કરે તો દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ જાય અને અનેક અધિકારીઓને રેલો આવે તેવી લોકચર્ચા ફેલાઈ છે