
મોરબી પંચાસર રોડ પર ભારતપરામા રહેતા હિંન્દુ મુસ્લીમના ૩૦૦ ગરીબ પરીવારો ધર વિહોણા બનશે ? નગરપાલીકા તંત્રએ રોડ કપાતની નોટીશ આપી જરુરીયાત કરતા વધારે કપાત માપણી કરતા લતાવાસીઓની આંખમાથી આશુ સરી પડયા વાંચો ખાસ અહેવાલ
મોરબી નગરપાલીકા તંત્ર દ્રારા ગરીબ અને લાચાર પરીવારો પર હળાહળ અન્યાય જુની માપણીને નેવે મુકી નવી માપણીમા જમીન કપાત વધાર્યુ એક જ સાઈડમા કપાતનુ સર્વે કરી લાચાર પરીવારો પર અન્યાય કરાતો હોવાનો લતાવાસીઓનો આક્ષેપ
સરકારશ્રી દ્રારા “હર ધર કો છત” આવાસ યોજનાનો ફિયાસકો બોલાવતી મોરબી નગરપાલીકા તંત્રનો કિસ્સો સામે આવ્યો છે જેમા નગરપાલીકા તંત્ર દ્રારા મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા છેલ્લા ૪૫ વર્ષથી કાચા પાકા મકાન બનાવી ટકનુ કમાઈને ટકનો વેપાર કરી વસવાટ કરતા હિંન્દુ મુસ્લીમ ગરીબ પરીવારો જે છેલ્લા ૪૫ વર્ષથી લાઈટબીલ નગરપાલીકાનો વેરો આધારકાર્ડ રેશનકાર્ડ ધરાવતા હોવા છતા લાંબા સમય પછી પાલીકાતંત્ર જાણે ભરનિંદ્રામાથી ગરીબ લાચાર પરીવારોને હેરાન પરેશાન કરવા જાગ્યુ હોય તેવી રીતે રોડ કપાતની નોટીશ આપી તાત્કાલીક રહેણાંક ખાલી કરવાની સુચના આપતા ગરીબ પરીવારોની આંખમાથી આશુ સરી પડયા હતા આ રોડ કપાતમા જુની માપણીને નેવે મુકીને પાલીકાતંત્રએ નવી માપણીનુ સર્વે કરી એક જ સાઈડમા ૧૦૦ ફુટ કપાતનુ સર્વે કરી લતાવાસીઓ પર હળાહળ અન્યાય કરતા હોવાની બુમ ઉઠી છે ત્યારે આ ગરીબ પરીવારોને શિયાળાની ઠંડીમા રહેવા માટે અન્ય કોઈ સ્થળે જગ્યા ફાળવવામા આવી નથી કે વૈકલ્પીક વ્યવસ્થા પણ કરાઈ નથી જેથી લાચાર ગરીબ પરીવારો આ રોડના વિકાસના કામથી ઉપર આસમાન નીચે ધરતી જેવી ગંભીર હાલતનો સામનો કરવા જેવી પરિસ્થતિ ઉભી થઈ છે
તેમજ નગરપાલીકા તંત્ર દ્રારા નોટીશમા સ્પષ્ટતા પણ કરી ન હતી કે રોડ કપાત કેટલા મીટરનુ છે જેથી આ કપાતના કારણે વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરીવારોના ૩૦૦ થી વધારે મકાન કપાતમા નાશ થવાની શકયતાઓ હોવાથી આ ગરીબ પરીવારોને પાલીકાતંત્ર દ્રારા અન્ય સ્થળે ખસેડવા જમીન અથવા આવાસ ફાળવે અને જુના માપ મુજબ જમીન કપાત કરે તો બસો જેટલા ગરીબ પરીવારોનો આશરો બચી જાય તેવી ન્યાયના હિતમા માંગણી કરી હતી