
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસની ભવ્ય ઉજવણી જાજાસર ગામ ખાતે કરવામાં આવી
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડની ટીમ દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. કવિતાબેન દવે અને આર.સી.એચ.ઓ. શ્રી ડો. વિપુલ કારોલીયા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત મોરબી, તાલુકા હેલ્થ ઓફિસર માળીયા ડો. ડી.જી. બાવરવા, તેમજ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ડો. નિરાલી ભાટિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી જાજાસર ગામે કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે કિશોરાવસ્થા ને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાને સ્પર્શતો વિષય એટલે કે “પોષણ અને પરામર્શ” ને આવરી લેવામાં આવ્યો હતો
આ તબક્કે મેડિકલ ઑફિસર ડો. નિરાલી ભાટિયા એ કિશોરાવસ્થામાં પોષણ અને સંતુલિત આહાર અને તેના ફાયદા વિશે દરેક કિશોરીઓને વિસ્તૃત માહિતી આપી. કિશોરીઓને આ અવસ્થા દરમિયાન થતા શારીરિક,માનસિક અને ભાવનાત્મક ફેરફાર, કિશોરીઓને આવતા માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે અને કિશોરાવસ્થા માં હિમોગ્લોબીન તપાસ નું મહત્વ તેમજ એનિમિયા અને એનિમિયા અટકાવવા માટે નિયમિત લોહતત્વ ની ગોળી લેવાના ફાયદા વિશે ડૉ.નિરાલી ભાટિયા વિશેષ સમજણ આપી હતી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ની ટીમ દ્વારા આ તકે દરેક કિશોરીઓ હિમોગ્લોબીન ની તપાસ તેમજ વજન,ઊંચાઈ, BMI તપાસ કરવામાં આવી.આ અંતર્ગત તમામ કિશોરીઓને સેનીટરી નેપકીન નું વિતરણ પણ કરવામાં આવ્યું.