
મોરબી સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશને આઈ. પી. સી. કલમ ૩૬૩, ૩૯૬, ૩૭૬ (૨) (જે) (એન), તથા પોકસો એકટ ની કલમ ૫ (એલ), ૬, ૧૨ મુજબ ના ગુન્હામાં આરોપી જયેશ સોલંકીનો જામીન ૫૨ છુટકારો
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી બી. ડીવી. પોલીસે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકી રહે. હાલે મોરબી પીપળી રોડ, હેવન્સ સ્ટેપરાઈઝર, કારખાનાની ઓરડીમાં તા. જી. મોરબી. મુળ રહે. નાના જોરાવર પુરા તા. સમી, જી. પાટણ વાળા ને આઈ. પી. સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) (એન), તથા પોકસો એકટ ની કલમ ૫ (એલ), ૬, ૧૨ મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામદાર સેશન્સ કોર્ટમાં રજુ કરી ત્યારથી જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ જામીન અરજી કરતા આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશ શ્રીની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશ શ્રીની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં મોરબી ના શ્રી ડી. પી. મહીડા સાહેબશ્રી એ આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકી ને રૂા. ૨૫,૦૦૦/- ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકી ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.