મોરબી પંચાસરરોડ પર રોડ કપાતમા નગરપાલીકાતંત્રના અન્યાય ચાલીસ ફુટ કપાતને વધારીને સો ફુટ કપાત સર્વે સામે ભારતપરાવાસીઓએ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યુ જુઓ વીડીયો

મોરબી પંચાસરરોડ પર રોડ કપાતમા નગરપાલીકાતંત્રના અન્યાય ચાલીસ ફુટ કપાતને વધારીને સો ફુટ કપાત સર્વે સામે ભારતપરાવાસીઓએ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યુ જુઓ વીડીયો

મોરબી નગરપાલીકાની બેધારીનિતિ અને મનમાની સામે શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયા બાપુની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી

મોરબીના પંચાસર રોડ પર ભારતપરા વાસીઓ મચ્છુ જળ હોનારત સમયથી પંચાસર રોડ પર વસવાટ કરી રહયા છે અને તેમની પેઢીઓ આ સ્થાન પર મહેનત-મજુરી કરી વસવાટ કરતી આવી છે આજના દિવસે પણ પંચાસર રોડ પર વસતા અંદાજીત ૪૦૦ જેટલા પરીવારો માંથી ૩૫૦ જેટલા પરીવારો ટક નુ લઈ ટકનું ખાઈ જીવન નિર્વાહ કરી રહયા છે અને મહેનત-મજુરી એમને વારસામાં મળી હોય એમ આ પરીવારો પોતાનું ગુજરાન ચલાવે છે.

હાલ મોરબી નગરપાલીકા દ્વારા પંચાસર રોડ પર દબાણ દુર કરી રસ્તો બનાવવા માટે પંચાસર રોડ ભારતપરાવાસીઓને નોટીસ આપવામાં આવેલ છે જેમા પંચાસર રોડ ભારતપરા વાસીઓ નોટીસનો કે રોડનો વિરોધ કરતા નથી પરંતુ સ્વેચ્છીક રીતે રોડ માટે હટી જવા તૈયાર જ છે પરંતુ નગરપાલિકા અને પ્રશાસનની બેવડી નીતી અને અન્યાય સામે રહેમરાહ રાખી મદદ માટે કલેકટરશ્રીને આવેદન પાઠવી રજુઆત કરી હતી

વધુમા આવેદનપત્રમા જણાવ્યુ હતુ કે તા:-૦૧-૦૧-૨૦૨૪ ના રોજ મોરબી નગરપાલીકા દ્વારા સર્વે કરવા માટે પંચાસર રોડ પર આવેલ જેમની સાથે મોખીક ચર્ચા કરતા તેમના દ્વારા જણાવેલ કે પંચાસર રોડ પર અંદાજીત ૩૦ મીટર એટલે કે ૧૦૦ ફૂટ જેટલા દબાણ દુર કરવાના થશે. જો આવું થાય તો પંચાસર રોડ વાસીઓના લગભગ ૩૦૦ જેટલા પરિવારો છત વગરના નોંધારા બની જાય તેમ છે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં પણ ડીવાઈડરની બંને બાજુ ૩૦ મીટરના રોડ નથી. તો મોરબીમાં આવો અન્યાય શા માટે? એમાં પણ માત્ર પંચાસર રોડ ભારતપરાવાસીઓ સામે આવો અન્યાય કેમ કરવામા આવી રહયો છે

જેથી મોરબીના શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયાબાપુની આગેવાની હેઠળ પંચાસર રોડ ભારતપરાવાસી કલેકટરશ્રી જી.ટી.પંડયાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે અમારા વૃદ્ધ માતા-પિતા અમારા નાના બાળકો અને તેના ભણતર અને હાલ શિયાળાની કળકળતી ઠંડી જોઈ અમો લતાવાસીઓની નમ્ર અરજ છે કે
જે પણ પંચાસર. રોડ વાસીઓના દબાણ દુર કરવાના છે તેવા ગરીબ અને નાના પરિવારો માટે સરકારશ્રી દ્વારા પંચાસર રોડ વાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી આવા ઠંડીના વાતાવરણમાં લોકો તેમજ બાળકો રહી શકે. તેમજ બાળકોના ભણતર પર અસર ન પડે તેમજ પંચાસર રોડ વાસીઓ માંથી જે પણ પરિવાર દબાણના લીધે વિસ્થાપિત થાય તેવા પરિવારોને મોરબીમાં કોઈ ખરાબામાં રહેવા માટે જગ્યા આપવામાં તેમજ આ જગ્યા પર સરકાર દ્વારા ગરીબો માટે ચાલતી આવાસ યોજનામાં પ્રાથમિકતા આપી આ પરિવારોનો આવાસ બનાવવા માટે સહાય કરવામાં આવે જેવી કે સમાજ કલ્યાણ કચેરીમાં ચાલતી પંડિત દિન દયાળ આવાસ યોજના તેમજ વગેરે યોજના જયા સુધી પંચાસર રોડ વાસીઓ પુનઃ વસવાટ માટેની સરકારશ્રી દ્વારા વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પંચાસર રોડ પરના કોઈ દબાણ મોરબીનગર પાલિકા દ્વારા દુર ન કરવામાં આવે તેવી આવેદનપત્ર સાથે કલેકટરશ્રીને રજુઆત કરવામા આવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here