
માળીયા મિંયાણા હાઈવે પર વાધરવા ગામ પાસે ટ્રેઈલર ચાલકે બાઈકને હડફેટે લેતા આશાસ્પદ યુવાનનુ મોત બે ધાયલ થતા મોરબી સારવારમા ખસેડાયા હતા
રેલ્વેમા ફરજ બજાવતા સલીમ ધાંચીનુ મોત અને તેની ઉભેલા બે પરપ્રાંતિય મજુરોને ગંભીર ઈજાઓ થતા મોરબી સારવારમા ખસેડાયા હતા
માળીયા મિંયાણાના નેશનલ હાઈવે પર નવા વાધરવા ગામના પાટીયા પાસે ટ્રેલર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકમા સવાર હરીપર ગામના આશાસ્પદ યુવાન સલીમ અકબર ધાંચીનુ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યુ હતુ તેમજ તેના બાઈક પાસે ઉભેલા વાતો કરતા બે મજુરોમા મુકેશ રાયસિંગ અને દશરથભાઈને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ સેવાની મદદથી મોરબીની સીવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા તેમજ મૃતક યુવાનને માળીયા મિંયાણાની રેફરલ હોસ્પીટલે પી.એમ કરાવી પોલીસે ટ્રેલર ચાલક વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
તદ ઉપરાંત હરીપર ગામે રહેતા મૃતક આશાસ્પદ યુવાન સલીમભાઈ ધાંચીના પિતા પણ રેલ્વે કર્મચારી હતા તેમનુ પણ અકસ્માતે મૃત્યુ થતા તેના પુત્રને રેલ્વેમા નોકરી મળી હતી અને આ આશાસ્પદ યુવાનનુ મૃત્યુ થતા ધાંચી સમાજમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ