
https://www.facebook.com/share/v/QMdFrhRoiiH9MBxa/?mibextid=ZbWKwL
મોરબીના હળવદથી ભડીયાદ ધુમદાદા ધુમ બુખારીના નારા સાથે હઝરત પીર મહેમુદશાહ બુખારીના ઉર્ષ મુબારકમા પગપાળા મેદની રવાના જુઓ વીડીયો
હળવદ મેદની કમીટીના પ્રમુખશ્રી મુસ્તાકભાઈ રાઠોડ સહિતનાઓએ પીરે તરીકત મહંમદબાપુ બુખારીની ઉપસ્થિતિમા પગપાળા મેદનીએ પ્રસ્થાન કર્યુ
મોરબી જીલ્લાના હળવદ શહેરથી ભડીયાદ હઝરત પીર મહેમુદશાહ બુખારીના ઉર્ષ મુબારક નિમિતે છેલ્લા પચ્ચીસ વર્ષથી મેદની કમીટીના પ્રમુખશ્રી મુસ્તાકભાઈ રાઠોડની આગેવાની હેઠળ પગપાળા મેદની કાઢવામા આવે છે ત્યારે ખીરઈ ગામના મર્હુમ અબ્બાસબાપુ બુખારીના ગાદી નશીન પીરે તરીકત મહંમદબાપુ બુખારીએ નિશાન પર ફુલહાર કરી પગપાળા મેદનીનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ આ પગપાળા મેદનીમા બહોળી સંખ્યામા શ્રધ્ધાળુઓ જોડાયા હતા
ધંધુકા તાલુકામા આવેલ હઝરત પીર મહેમુદશાહ બુખારી હિંન્દુ મુસ્લીમ એકતાનુ પ્રતિક હોવાથી ઉર્ષ મુબારકમા પહેલુ નિશાન દલિત સમાજ દ્રારા ચડાવવામા આવે છે તેમજ ઉર્ષ મુબારકના ખુશીના મોકા પર લાખો હિંન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી ઠેર ઠેર સેવાભાવીઓ દ્રારા કેમ્પ રાખવામા આવે છે અને ધુમદાદા ધુમ બુખારીઓના નારાઓ સાથે હાઈવે ગુંજી ઉઠે છે