
મોરબીના યુવા પત્રકાર અને ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી રજાક બુખારી સામે ફરીયાદમા કાયદાનો દુર ઉપયોગ કરનાર પી.આઈ એમ.વી. પટેલ સામે હાઈકોર્ટ દ્રારા તપાસના આદેશ કરાયા
મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ જામીન લાયક ગુન્હામા પત્રકાર અને એડવોકેટને રિમાન્ડના ઓથા હેઠળ ચોવીસ કલાક પોલીસ કસ્ટડીમા રાખ્યા હતા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ૨૦૧૯મા માનદ સેવા આપતા યુવા પત્રકાર અને એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ રજાક બુખારી પર પોલીસ ફરીયાદ નોંધાઈ હતી જેમા આઈ.પી.સી કલમ ૨૮૮ (એ -૧) ના જામીન લાયક ગુન્હાના કામે એડવોકેટ રજાક બુખારીની મોરબી કોર્ટ પરીસરમાથી ધરપકડ કરવામા આવી હતી ત્યારે આ ગુન્હાના કામે નિવેદન આપી સુપ્રિમ કોર્ટના જજમેન્ટ મુજબ આરોપી તરીકે જામીન આપવા જણાવતા તાલુકા પોલીસ સબ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા એમ.વી.પટેલે જામીન સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી રિમાન્ડના ઓથા હેઠળ ચોવીસ કલાક પોલીસ કસ્ટડીમા રાખી સવારે એસ.પી.ઓફીસે લઈ જઈને સમાજમા બનનામ કરવાના ઈરાદે એસ.પી.કરણરાજ વાધેલાએ પત્રકાર પરીષદ યોજી હતી
ત્યારબાદ મોરબી કોર્ટમા રજુ કરી આ ગુન્હામા રિમાન્ડની જોગવાઈ ન હોવા છતા ત્રણ દિવસના લૈખિત રિમાન્ડ અરજી આપી હતી પરંતુ કાયદાની જોગવાઈને ધ્યાને રાખી રિમાન્ડ નામંજુર કરી એડવોકેટ એન્ડ પત્રકાર રજાક બુખારીના જામીન મંજુર કર્યા હતા ત્યારે જજશ્રી સમક્ષ આરોપી એડવોકેટે પોલીસ વિરુધ્ધ ફરીયાદ લખાવી હતી ત્યારબાદ તમામ ડોકયુમેન્ટની ખરીનકલ કઢાવી કહેવાતા આરોપી રજાક બુખારીએ પોલીસતંત્ર વિરુધ્ધ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ઈકબાલ સૈયદને સાથે રાખી પીટીશન દાખલ કરી હતી જેમા હાઈકોર્ટના જજશ્રી સંદિપ.એન.ભટ્ટ સાહેબે રાજકોટ રેન્જ ડી.આઈ.જીને મોરબી તાલુકા પોલીસ મથકમા જે તે વખતે ફરજ બજાવતા પીએસઆઈ એમ.વી.પટેલ વિરુધ્ધ તપાસના આદેશ કરવા હુકમ કર્યો હતો