મોરબીમા ભવાની આંગણીયા ઓફીસમા હારજીતનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને એ ડિવિઝન પોલીસે દબોચી લીધા

મોરબીમા ભવાની આંગણીયા ઓફીસમા હારજીતનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને એ ડિવિઝન પોલીસે દબોચી લીધા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી સીટી એ ડીવીવીઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલીગમાં હોય દરમ્યાન પોલીસ.હેડકોન્સ ચકુભાઈ કરોતરા ખાનગીરાહે હકિકત મળેલ કે “ભવાની એકસપ્રેસ’ આંગડીયા ઓફીસમા ગંજીપતાના પાનાવડે તીનપતી નો જુગાર રમતા હોય જેથી હકિકકતવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ પાંચ ઇસમો ગોળ કુડાળુ વળી જુગાર રમતા હોય જેથી જુગાર રમતા પાંચેય ઇસમોને પકડી પાડી મજકૂર ઇસમો પાસેથી ગંજીપતા ના પાનાનંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૧,૦૦,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા મજકૂર ઇસમો વિરુધ્ધ જુગારધારાની કલમ ૪-૫ મુજબનો ગુન્હો રજી.કરી કાયદેસર ની કાર્યવાહી કરવામા આવ્યો હતો

જેમા આરોપીઓ (૧) મહેશભાઇ રમણલાલ પટેલ રહે.મોરબી આલાપરોડ શીવરંજની એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૧ (૨) ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર રહે.મોરબી શનાળારોડ ડાર્વીન એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૨ મુળરહે.નોરતા તા.જી.પાટણ (3)દીલીપભાઇ રામાભાઇ પટેલ રહે.મોરબી ધરતીટાવર મણીલાલ મગનલાલની ઓફીસમા મુળરહે.બોદલા તા.જી.મહેસાણા (૪) સંજયકુમાર અંબાલાલ પટેલ રહે. મોરબી વાવડીરોડ ગાયત્રીનગર સોસાયટી મુળરહે.સોપાડા તા.વિજાપુર જી.મહેસાણા (૫) ભાવેશકુમાર ચંદુલાલ પટેલ રહે.મોરબી વાવડીરોડ ઉમીયાપાર્ક સોસાયટી મુળરહે,બોદલા તા.જી.મહેસાણા તમામ આરોપીઓને પકડી પાડવામા એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સપેકટર એ.વી.પાતળીયા તથા એ.એસ.આઇ આર.પી.રાણા તથા પોલીસ હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઈ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અરજણભાઈ ગરીયા તથા નાઓ દ્વારા કરેલ છે.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here