
મોરબી તા ૨૭ જાન્યુઆરી ૨૦૨૪
રિપોર્ટ- સુરેશ ગૌસ્વામી
અયોધ્યાથી મોરબી પરત ફરતા સંસ્કારધામના પરમ પૂજય સદગુરુ પ્રેમસ્વામીનું ધામધૂમથી સ્વાગત કરવામા આવ્યુ હતુ
મોરબી માળિયાના ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયા અને પત્રકાર સુરેશ ગૌસ્વામીએ પુજય પ્રેમપ્રકાશ દાસજી સ્વામિનુ ફુલહારથી સન્માન કર્યુ હતુ
અયોધ્યા રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ લઈ ગયેલા મોરબી શ્રીસ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરના પરમ પૂજય સદ્દગુરુ મહંતશ્રી પ્રેમપ્રકાશદાશજી પરત આવતા તેનું સરદારબાગથી રથોના કાફલા સાથે મંદિર ના સંતો મહંતો ટ્રસ્ટીઓ સહિત વિશાળ સંખ્યામાં હરિભક્તો જોડાયને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સંસ્કારધામખાતે સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ યોજાયો હતોજેમાં પૂજય શાસ્ત્રીસ્વામી દેવસ્વામી મદનસ્વામી દિવ્યપ્રકાશસ્વામી ખોખરા હનુમાનધામથી ગુરુકુલના આચાર્ય દિપકભાઇ સાથે ઋષીકુમારો મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીએ પણ પૂજય સ્વામીજી નું સન્માન કર્યું હતું પૂજય સ્વામીજીએ મોરબી માળીયા મિંયાણાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીનું સન્માન કર્યું હતું