
મોરબીમા હિન્દુ મુસ્લીમ એકતાના સુપ્રસિધ્ધ મશહુર ઓલીયા હઝરત હોથીશાહ વલીનો ઉર્ષ મુબારકમા હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા
ઉર્ષ મુબારકની ખુશીમા વાઝતે ગાજતે વિશાળ ઝુલુસ કાઢવામા આવ્યુ તેમજ નાતશરીફ કવ્વાલીનો ભવ્ય કાર્યક્રમ રાખી હિન્દુ મુસ્લીમ એકતા સાથે શાનદાર ઉજવણી કરાઈ હતી
મોરબીના લીલાપર રોડ પર આવેલ હિન્દૂ મુસ્લીમ એકતાના પ્રતિક અને સુપ્રસિધ્ધ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલીનો ઉર્ષ મુબારક હિન્દુ મુસ્લીમ એકતા સાથે ધામધુમથી ઉજવવામા આવ્યો હતો આ ઉર્ષ મુબારકની ખુશીમા શાનદાર ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ અને હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુઓ માટે આમ ન્યાઝ (મહાપ્રશાદ)નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હજારોની સંખ્યામા હિન્દુ- મુસ્લિમ શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો ત્યારબાદ શાનદાર નાતશરીફનો પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો જેમા રફીકબાપુ મલંગ (મધ્યપ્રદેશ) નાત શરીફની ધુમ મચાવી હતી અને રાત્રે ૧૨:કલાકે સંદલ શરીફ ચઢાવી ત્યારબાદ મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ અઝીમ નાઝાનો કવાલ્લીનો શાનદાર પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો જેમા તમામ હિન્દુ – મુસ્લિમ ભાઈ ઓ તથા બહેનો શાનદાર ઉર્ષ મુબારકની ખુશીમા વાજતે ગાજતે ઝુલુસ કાઢી ચાદરો ચઢાવી મન્નતો ઉતારી દુવા સલામ કરી ઉર્ષની ઉજવણી સાથે ખુશી મનાવી હતી આ ઉર્ષમા હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા તેવુ હઝરત હોથીશાહ વલી દરગાહ શરીફના ખાદીમ રજાકબાપુએ યાદીમા જણાવ્યુ હતુ