
મોરબીમા રામનવમીની શોભાયાત્રામા હઝરત મહંમદ પયગંબર સાહેબની શાનમા ગુસ્તાખી કરી બે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાવવાના ઈરાદે નારા લગાવનાર વિધર્મી મહિલા આરતીબેન નિલેશભાઈ જાકાસણીયાના આગોતરા જામીન નામંજુર
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે મુસ્લીમ ધર્મની લાગણી દુભાવનાર અજાણી વિધર્મી મહિલા વિરુધ્ધ આઈ.પી.સી કલમ ૧૫૩ (એ) ૨૯૫ (એ)અને ૫૦૪ મુજબ એફઆઈઆર દાખલ કરાતા આરોપીના વકીલે આગોતરા જામીન માંગ્યા હતા નામદાર કોર્ટે જામીન નામંજુર કર્યા હતા
મોરબીમા તા ૧૭ એપ્રિલના રોજ હિંન્દુ ધર્મનો રામનવભીનો તહેવાર હોવાથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી ત્યારે શોભાયાત્રા દરમ્યાન મચ્છીપીઠ મુસ્લીમ વિસ્તારમા ગેબનશાહપીરની દરગાહ ચોકમા સિલેકટેડ સ્થળે શોભાયાત્રા પહોચતા વિધર્મી મહિલા આરતીબેન નીલેશભાઈ જાકાસણીયાએ શોભાયાત્રાના ડી.જે સાઉન્ડમા ભજન ચાલુ હોય તે બંધ કરી પોતાના હાથમા માઈક્રોફોન લઈને મુસ્લીમ ધર્મની લાગણી દુભાય અને બન્ને કોમ વચ્ચે ધિકકાર અને દુશમનાવટ ઉભી થાય તેવા હેતુથી મુસ્લીમ ધર્મના હજરત મોહંમદ પયગંબર સાહેબ વિશે અવિવેકી નારાઓ લગાવી વયમનસ્ય ઉભુ કરવા અને શુલેહશાંતીનો ભંગ થાય તેવા બદ ઈરાદાથી નારાઓ લગાવી બદ કૃત્ય કરતા પોલીસે અજાણી મહિલા વિરુધ્ધ ભારતીય દંડ સહિતાની કલમ- ૧૫૩ (એ) ૨૯૫ (એ) ૫૦૪ મુજબ ગુનો નોંધયો હતો
રામનવમીની શોભાયાત્રા દરમ્યાન મચ્છીપીઠ મુસ્લીમ વિસ્તારમા મુસ્લીમ ધર્મના પયગંબર હઝરત મોહંમદ સાહેબના નામથી અવિવેકી શબ્દો ઉચ્ચારી નારાઓ લગાવતા મુસ્લીમ ધર્મની લાગણી દુભાતા મુસ્લીમ અગ્રણીઓ અને યુવાનોના ટોળેટોળા એકત્ર થતા એ ડિવિઝનના પી.આઈ.હુકુમતસિહ જાડેજા અને મોરબી શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયાબાપુ તેમજ મુસ્લીમ અગ્રણીઓએ મામલો થાળે પાડયો હતો અને બીજા દિવસે મુસ્લીમ સમાજના ધર્મગુરુઓ અને સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામા એ ડીવીઝન પોલીસ મથકે આ બનાવની પોલીસ ફરીયાદ નોંધાવવાની રજુઆત કરવા જતા પીઆઈએ સંતોષકારક જવાબ આપી તટસ્થ કામગીરીના ભાગ રુપે બનાવની પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો રજીસ્ટ્રડ કર્યો હતો પરંતુ આ કોમી એકતા તોડવાના પ્રયાસ રુપે બફાટ સાથે નારા બોલી હઝરત મોહંમદ પયગંબર સાહેબની શાનમા ગુસ્તાખી કરનાર આરોપી વિધર્મી મહિલા અને તેના પરદા પાછળ ભુમીકા ભજવતા વયમનસ્ય ફેલાવવાનો ઈરાદો ધરાવતા માથાઓ કોણ છે તેની તટસ્થ પણે તપાસ કરી અટક કરવા મુસ્લીમ સમાજે રજુઆત કરી હતી
ત્યારે વિધર્મી મહિલા આરોપી આરતીબેન નિલેશભાઈ જાકાસણીયાએ તેના વકીલ મારફતે મોરબીની નામદાર કોર્ટમા આગોતર જામીન અરજી લાખલ કરતા ફરીયાદી ફારુકભાઈ આદમભાઈ અધામના વકીલશ્રી સિરાજ આઈ અબ્રાણી અને તેની સાથે મુસ્લીમ સમાજના વકીલશ્રીઓ સરફરાઝ વી.પરસરા, સીરાકમુદીન એમ. શેરસિયા, સોબાન ચાનિયા ફરીદ મદની પરસારા રિયાજ એ. ખોરજીયા સોયબ એમ. રાઉમાં સયુકત ધારાશાસ્ત્રીઓએ ફરિયાદી તરફે જવાબ વાંધામાં વકીલાતનામુ મૂકયુ હતુ અને વાંધા જવાબો રજુ કરતા નામદાર કોર્ટે મહિલા આરોપી આરતીબેન નીલેશભાઈ જાકાસણીયાના જામીન નામંજુર કર્યા હતા હવે જોવાનુ એ રહયુ કે એ ડીવીઝન પોલીસ આરોપીની ધરપકડ કરશે? કે પછી ફરી રાજકીય અને સંગઠનના દબાણથી હાથ પર હાથ રાખીને બેસી રહેશે તેવી મુસ્લીમસમાજમા ચર્ચા જાગી હતી