
મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાનુ સન્માન કરાયુ. સાંસદ ને ત્રીજી ટર્મ મા જંગી બહુમતિ થી ચુંટી કાઢવાં હાંકલ
મોરબી માળીયા ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાના કાર્યાલયેથી આમંત્રણ મળતા, ઉમા ટાઉનશીપ ખાતે સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા, આ તકે મોરબી દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનોએ સાંસદ વિનોદભાઈ ચાવડાને સમર્થન આપી તેને જંગી બહુમતી થી ચુંટી કાઢવાં હાંકલ કરી હતી વધુમાં જણાવ્યુ હતુ કે સનાતન ધર્મના પ્રણેતા .ભાજપ સાથે અમારો સમાજ જુનાં જનસંઘ વખતથી હતો આ જીવન સાથે રહે છે અમો અસલ ભગવાધારી દશનામ ગોસ્વામી સમાજ અમો ક્યારેય અમારા ભગવા નો રંગ બદલશુ નહી નો રણકાર કર્યો હતો આ તકે મોરબી દશનામ સમાજ પ્રમુખશ્રી ગુલાબગીરી તથા કારોબારી સભ્ય અને યુવક મંડળ પ્રમુખ તેજસગીરી તથામોરબી પત્રકાર એશોસીએશનના પ્રમુખશ્રી સુરેશભાઈ ગોસ્વામી એડવોકેટ નોટરી કમલેશભાઈ ગોસ્વામી સહીત સમાજ આગેવાનો સાથે મોરબી દશનામ સમાજનાં મહિલાઓ હાજર રહ્યા હતાં