
માળીયા મિંયાણાના છેવાડાના ગામડાઓનો ચુંટણી પ્રવાસ ખેડનાર કોંગ્રેસ પક્ષના ઉમેદવારે વેજલપર માસુમ બાળક સાથે હળવાશની પળ માણી થાક ઉતાર્યો મોરબી વીસીપરામા ફૂલહારથી સ્વાગત કરાયુ
માળીયા મિંયાણાના વેજલપર ક્ષત્રિય ૯ માસના માસુમ બાળકે ઉમેદવારને પોતાના માસુમ નાના હાથથી પંજો બતાવી ક્ષત્રિય ધર્મ નિભાવી જાણે કોંગ્રેસને સમર્થન આપ્યું તેવા કેમેરામાં ક્લિક ફોટાએ ભારે આકર્ષણ જમાવ્યું
માળીયામિયાણા તાલુકાના ચુંટણી પ્રવાસે પધારેલા કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર નિતેશ લાલણ (માતંગ) માળીયા મિંયાણા તાલુકાના છેવાડાના ગામડાઓમાં લોક સંપર્ક કરી લોકસભા ચુંટણીનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો જેમાં માળીયાના રણકાંઠાના ગામડાઓને ખુંદી ચુંટણી પ્રચારનો આખરી પડાવ માટે સાંજે વેજલપર પહોંચ્યા હતા જ્યાં સભા સંબોધ્યા બાદ ઉમેદવાર ક્ષત્રિય સમાજના ક્રિષ્નાપાલસિંહ રાઠોડને મળ્યા હતા જ્યાં ક્રિષ્નાપાલસિંહ તેમના પુત્ર સાથે હોય ઉમેદવારને તેમના માસુમ પુત્રએ પંજો બતાવતા ઉમેદવાર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જે ક્ષત્રિય માસુમ બાળકે તેમની કાલીઘેલી ભાષામાં જાણે એમ કહેતા હોય કે હું પણ તમને સમર્થન કરૂં છૂ તેવી તસવીર કેમેરામાં ક્લિક થઈ જતા આ તસવીરે ભારે આકર્ષણ જમાવ્યું હતું આમ તો બાળક ભગવાનનુ રૂપ કહેવાય છે ત્યારે માત્ર ૯ મહીનાના બાળકે મોરબી કચ્છ લોકસભાના કોંગ્રેસ ઉમેદવારને બાળકે પંજો બતાવી શું સંકેત આપ્યા હશે તેથી ઉમેદવાર પણ થોડીવાર માટે અચરજમાં પડી હસી ઉઠ્યા હતા અને બાળકની કાલીઘેલી વાતો સાથે મન હળવું કરી હળવાશની પળ માણી હતી અત્રે ઉલ્લેખનીય છેકે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે ત્યારે માસુમ બાળકે કોંગ્રેસને સમર્થન આપ્યું હોય તેમ ઉમેદવારને પંજો બતાવી ક્ષત્રિય બાળકે ઉમેદવારનો જુસ્સો વધાર્યો હતો અને ક્ષત્રિયોના લોહીમાં નાનપણથી ખુમારી ખેલદિલી અને ખાનદાની હોય તે આ બાળકમાં જોવા મળી હતી આમ મોરબી કચ્છ કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવારે સવારથી માળીયા તાલુકાનો પ્રચાર પ્રવાસ ખેડી સાંજે છેવાડાના વેજલપર ગામે સભા સંબોધી ક્ષત્રિય માસુમ બાળક સાથે હળવાશની પળ માણી દિવસભરનો થાક ઉતાર્યો હતો જયારે મોરબી વીસીપરામા વાજતે ગાજતે મુસ્લીમ સમાજના અગ્રણીઓએ ફુલહારથી સ્વાગત કર્યુ હતુ