
માળીયા મિંયાણાના મોટીબરાર ગામે તળાવમા અસંખ્ય માછલાઓના ભેદી મૌત જવાબદાર તંત્રએ હાથ ઉંચા કરી લેતા જીવદયા પ્રેમીઓમા રોષ
માળીયા મિંયાણાના મોટીબરાર ગામે તળાવમા અચાનક હજારો માછલાઓના ભેદી મૌત થતા ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુરેશભાઈ જીવાભાઈ ડાંગરે આ બનાવ બનતા સરકારી તંત્રને ફોન કરી જાણ કરતા આરોગ્યતંત્ર સહિતના આળસુ તંત્રના સરકારી બાબુઓએ હાથ ઉંચા કરી લેતા ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમા રોષ ફેલાયો હતો
હાલે ભર ઉનાળામા પશુઓ અને ધરવપરાશ માટે પાણીની ખુબ જ જરુરીયાત ઉભી થઈ છે ત્યારે તળાવમા અસંખ્ય માછલાઓના મૌતથી પાણીમા તેમજ આજુબાજુમા દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે ત્યારે સરકારીતંત્ર આ ગંભીર બનાવમા હાથ ઉંચા કરી દેતા ગ્રામજનોમા ઉગ્ર રોષ જોવા મળ્યો હતો તાત્કાલીક ધોરણે માંછલાઓના ભેદી મૌત કેવી રીતે થયા તેની તપાસ કરવાની જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોએ માંગણી કરી છે