
માળીયા મિંયાણાના મોટીબરાર ગામે તળાવમા અસંખ્ય માછલાઓના ભેદી મૌતના કવરેઝ બાદ તંત્ર હરકતમા આવી કામગીરી કરતા સરપંચશ્રીએ મોરબી માસ્ટરનો આભાર માન્યો
માળીયા મિંયાણાના મોટીબરાર ગામે તળાવમા અચાનક હજારો માછલાઓના ભેદી મૌત થતા ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુરેશભાઈ જીવાભાઈ ડાંગરે આ બનાવ બનતા સરકારી તંત્રને ફોન કરી જાણ કરતા આરોગ્યતંત્ર સહિતના આળસુ તંત્રના સરકારી બાબુઓએ હાથ ઉંચા કરી લેતા ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમા રોષ ફેલાયો હતો
ત્યારે મોટીબરાર ગામના સરપંચશ્રી સુરેશભાઈ જીવાભાઈ ડાંગરે આ બનાવ વીશે જાગૃત પત્રકારને જાણ કરી ફોટા વીડીયો મોકલતા આ ગંભીર બનાવની વિગત સોશ્યલ મિડિયામા મોરબી માસ્ટરમા પ્રસિધ્ધ થતા તાત્કાલિક ધોરણે તંત્ર હરકતમા આવ્યુ હતુ અને મતસ્ય ઉધોગ તેમજ ગુજરાત પ્રદુષણ વિભાગે બનાવને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરતા જીવદયા પ્રેમીઓએ રાહતનો દમ લીધો હતો ત્યારે લોકપ્રશ્રોને વાંચા આપતા નીડર અને તટસ્થ પત્રકાર અને મોરબી માસ્ટરનો ગ્રામ પંચાયતના સરચંચશ્રી સુરેશભાઈ ડાંગરે મિડિયાનો આભાર માન્યો હતો