
મોરબીમા રહેતા ચાનીયા ઈફતાર ઈબ્રાહિમભાઈએ NEET ની પરિક્ષા પાસ કરી ઉચ્ચ ટકા મેળવી મુસ્લીમ સમાજનુ ગૌરવ વધાર્યુ
મોરબીમા રહેતા ઈબ્રાહિમભાઈ નુરમામદભાઈ ચાનીયાએ શુન્યમાથી સર્જન કરી પુત્ર પુત્રીને ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરાવી ચાનીયા સંધી સમાજ તેમજ સુન્ની મુસ્લીમ સમાજનુ ગૌરવ વધારતા અભિનંદનની વર્ષા થઈ હતી
મોરબીમા વાકાનેર દરવાજા પાસે રહેતા ઈબ્રાહિમભાઈ નુરમામદભાઈ ચાનીયાના પુત્ર ઈફતાર ઈબ્રાહિમભાઈ ચાનીયાએ NEET 2024 ની પરીક્ષામા ઉચ્ચ માર્ક મેળવી ચાનિયા સંધી સમાજ તેમજ સુન્ની મુસ્લીમ સમાજનુ ગૌરવ વધારતા ચોમેરથી સમાજના અગ્રણીઓ સગાસ્નેહીઓ મિત્રસર્કલ સહિતનાઓએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા
મોરબીમા વર્ષોથી રહેતા અને મહેનત કરી શુન્યમાથી સર્જન કરતા ચાનિયા ઈબ્રાહિમભાઈ નુરમામદભાઈ હાલે લાતીપ્લોટમા ધડીયાલનુ કારખાનુ ધરાવે છે અને પોતાના પુત્ર પુત્રીને ઉચ્ચ અભ્યાસ કરાવવા રાત દિવસ તનતોડ મહેનત કરી રહયા છે ત્યારે તેની પુત્રી હાલે ડોકટરનો અભ્યાસ કરી રહી છે અને પુત્ર ઈફતાર ચાનીયાએ NEET ની પરીક્ષા પાસ કરતા ચાનીયા સંધી પરીવાર અને સમાજમા ખુશીની લહેર ફેલાઈ હતી