
મોરબી જેતપર રોડ પર અનુસુચિતજાતીના યુવકને બેફામ માર મારતો વીડીયો વાઈરલ એટ્રોસિટી સહિતની પોલીસ ફરીયાદ નોંધાઈ જુઓ વીડીયો
મોરબી પોલીસે ફરીયાદીના કહેવા મુજબ ફરીયાદ નહી લેવાના દલિતસમાજનો આક્ષેપ કલમ ઉમેરો કરવા કલેકટર એસ.પીને લૈખિત ફરીયાદ કરાશે
મોરબીના જંગલેશ્વર સોસાયટી ભડીયાદ કાટા પાસે રહેતા અને મજૂરી કામ કરતો પ્રવીણ ડાયાભાઈ ભોયા તા.૩૧/૦૫/૨૦૨૪ ના રોજ સાંજે એસ્ટીલા કારખાનામાંથી પ્લાસ્ટિકની પટ્ટી પેલેટ બાંધવા વધેલી હોય જે લઈને ભંગારના ડેલામાં વેચતા એસટીના સિરામિક કારખાનાના માસ્ટર પંકજભાઈ બે ત્રણ થપાટ મારી અજાણ્યા માણસોએ પ્લાસ્ટિકની પાઇપ વડે ભંગારના ડેલે વાસામાં તથા શરીરે બેફામ માર માર્યો હતો. અને પવનસુત લાઠીના સેડ પર જઈને અજાણ્યા માણસે તેમજ સંજયભાઈ રમેશભાઈ જાદવ તથા અનિલભાઈ પરસોતમભાઈ પરમારે પાઇપ વડે શરીરે જેમ ફાવે તેમ માર મારી મુંઢ ઈજા પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
આ બનાવ બનતા ઈજાગ્રસ્તને મોરબીની સીવીલ હોસ્પીટલે સારવાર માટે ખસેડાતા અનુસુચાતજાતીના અગ્રણીઓ હોસ્પીટલે દોડી આવ્યા હતા અને આ બનાવમા પોલીસે તેની મરજી મુજબનુ નિવેદન લખી મરજી મુજબની કલમો નાખી એફ.આઈ.આર. નોંધી લેવાનો અનુસુચિતસમાજે આક્ષેપો કર્યા હતા જેથી બનાવમા વધારાની આઈ.પી.સી કલમો ઉમેરવા મોરબી કલેકટર અને જીલ્લા પોલીસવડાને લૈખિત રજુઆતો કરાશે તેવુ દલિતસમાજના અગ્રણીઓએ જણાવ્યુ હતુ