
માળીયા મિંયાણા નજીક લૂંટ વીથ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપી દીલીપ વરસીંગભાઈ કટારાનો નિર્દોષ છુટકારો
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૮-૧૦-૨૦૧૪ ના રોજ ફરિયાદી જીતેન્દ્રભાઈ શંખેસરીયાએ માળીયા મિંયાણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે ફરિયાદીના કાકા રમેશભાઈ શંકરભાઈ શંખેસરીયાને આરોપીઓએ હાથમાં પહેરેલ સોનાની વીંટી રૂ ૧૬ હજાર અને મોબાઈલ કીમત રૂ ૫૦૦ ની લૂંટ કરવાના ઈરાદે ફરિયાદીના કાકાને માથાના, ગળાના ભાગે અને પડખામાં તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી સોનાની વીંટી અને મોબાઈલની લૂંટ કરી આરોપીઓ ફરાર થયા હોવા અંગેની માળીયા મિંયાણા પોલીસ સ્ટેશને પોલીસ ફરીયાદ નોંધાઈ હતી
જે કેશ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી મોરબીની કોર્ટમાં ચાલી થતા આરોપી નંબર (૨) દીલીપ ઉર્ફે કાળુ વરસીંગ કટારા તરફે બચાવ પક્ષના યુવા ધારાશાસ્ત્રી ચેતન નાનવાણી રોકાયેલા હતા અને નામદાર ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ સાહેબની કોર્ટમા દલીલો કરતા નામદાર ડિસ્ટ્રિકસ એન્ડ સેશન્સ જજશ્રીએ આરોપી દિલીપ ઉર્ફે કાળું વરસિંગ કટારાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે આ કામે આરોપી દીલીપ ઉર્ફે કાળુ વરસીંગ કટારાના વકીલ તરીકે ચેતન નાનવાણી રોકાયેલા હતા