મોરબીના વસંત પ્લોટમાં રોયલ પેલેસ બીલ્ડિંગના ફ્લેટમાં વેપારીના પરિવારે કર્યો સામૂહિક આપઘાત પતિ પત્ની અને પુત્રનું મોતથી અરેરાટી

મોરબીના વસંત પ્લોટમાં રોયલ પેલેસ બીલ્ડિંગના ફ્લેટમાં વેપારીના પરિવારે કર્યો સામૂહિક આપઘાત પતિ પત્ની અને પુત્રનું મોતથી અરેરાટી

પોલીસને ધરમાથી સુસાઈટ નોટ મળી જીવનથી કંટાળીને આત્મહત્યા કરીએ છીએ કોઈનો દોષ નથી તેવો ઉલ્લેખ કરાયો હતો

મોરબી શહેરના વસંત પ્લોટમા આવેલ રોયલ પેલેસ એપાર્ટમેન્ટમા ફલેટમા રહેતા વેપારીએ તેના પત્ની અને પુત્રની સાથે પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હોવાની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા એસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મૃતક યુવાન, તેના પત્ની અને તેના દીકરાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે જેમાં મૃતક યુવાન દ્વારા જીવનથી કંટાળી ગયેલ હોય અને આ પહેલું ભરવા પાછળ કોઈનો દોષ નથી અને કોઈએ રડવું નહીં એવા ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસે આ સુસાઇડ નોટ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારની અંદર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર ઉ.વ ૫૬ તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર ઉ.વ.૫૩ અને દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર ૨૧ એ પોતાના જ ઘરની અંદર છતમાં લગાવેલા હુક સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આ બનાવ અંગેની મૃતક વર્ષાબેનના બહેનને જાણ થતા તેમણે મૃતક હરેશભાઈના ભાઈ પંકજભાઈને બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના આ બનાવની જાણ કરી હતી.

જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા, મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સહિતના પોલીસ અધિકારી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાને દોડી ગયા હતા અને એપાર્ટમેન્ટના ફ્લેટની અંદર આપઘાત કરી લેનાર હરેશભાઈ, તેના પત્ની વર્ષાબેન અને હર્ષના મૃતદેહને તાત્કાલિક પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હરેશભાઈ કાનાબારના દરવાજાની ચાવી દરવાજામાં લટકતી હતી અને દરવાજો ખોલીને જોતા ત્યાં ઘરની અંદર ત્રણેય વ્યક્તિઓએ આપઘાત કરેલો હતો. જેથી કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ઘરની અંદરથી એક સુસાઇડ નોટ મળી આવેલ છે જેમાં હરેશભાઈ કાનાબારની નીચે સહી કરેલી છે અને “તે જીવનથી કંટાળી ગયા છે અને તેમના પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં” એવો ઉલ્લેખ તેમણે પોતાની સુસાઇડ નોટમાં કરવામા આવ્યો હતોમોરબીના વસંત પ્લોટમાં રોયલ પેલેસ બીલ્ડિંગના ફ્લેટમાં વેપારીના પરિવારે કર્યો સામૂહિક આપઘાત પતિ પત્ની અને પુત્રનું મોતથી અરેરાટી ફેલાઈ હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here