મોરબી વાંકાનેર હાઈવે ઉપરના ગ્રામ્ય અને ઔધોગિક વિસ્તારના ઘરઆંગણે આવી એપેક્ષ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ દર્દીઓ માટે આર્શિવાદ રૂપ બની રહેશે..શાંભળો ઈન્ટરવ્યુ

મોરબી વાંકાનેર હાઈવે ઉપરના ગ્રામ્ય અને ઔધોગિક વિસ્તારના ઘરઆંગણે આવી એપેક્ષ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ દર્દીઓ માટે આર્શિવાદ રૂપ બની રહેશે

મોરબી વાંકાનેર હાઈવે પર રફાળેશ્વર ચોકડી પાસે એપેક્ષ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનો આજથી શુભારંભ

મોરબી વાંકાનેર હાઈવે ઉપર રફાળેશ્વર ચોકડી પાસે આજરોજ વિજયા દશમીના પાવન પર્વ પર એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શુભારંભ કરાયો હતો જેમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેશિયાના વરદ હસ્તે હોસ્પિટલને ખુલ્લી મુકી શુભારંભ કરવામાં આવ્યો છે મોરબી વાંકાનેર હાઈવે ઉપરના ગ્રામ્ય અને ઔધોગિક વિસ્તારના ઘરઆંગણે એટલે કે મોરબી રફાળેશ્વર ચોકડી પાસે સરોવર પોર્ટિકો સીરામીક ઔધોગિક વિસ્તારમાં નામી ડોક્ટરોની ટીમ સાથે સજ્જ એપેક્ષ હોસ્પિટલને ખુલ્લી મુકી શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ૧૦૦ બેડની વિશાળ સુવિધા ઉપલબ્ધ ઓર્થોપેડિક વિભાગમાં ટ્રોમા અને હાડકાના નિષ્ણાંત સર્જન ડો.ભગીરથ ગોરીયા જનરલ મેડિસિન અને આઈસીયુ વિભાગમાં ક્રિટિકલ કેર ફિઝિશિયન તરીકે ડો. સરફરાજ સેરસિયા સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ડો.ઘનશ્યામ ગોરવાડીયા બાળરોગ નિષ્ણાંત તરીકે ડો.પાયલબેન ગજેરા ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ડો. પંકજ સાવરીયા તેમજ સીટી સ્કેન ડિજિટલ એક્સ રે સોનોગ્રાફી અને લેબોરેટરી સહિતની સુવિધાઓ ૨૪ કલાક મળી રહેશે વધુમાં આ હોસ્પિટલ સરકારશ્રીના નિયમ મુજબ વાહન અકસ્માત યોજના હેઠળ દર્દીઓને સારવાર ઉપલબ્ધ થશે અને ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ PMJAY MAA card યોજનાનો લાભ પણ દર્દીઓને મળશે જેથી રફાળેશ્વર સરતાનપર‌ મકનસર, ઢુવા માટેલ વાંકાનેર અન્ય આસપાસના દર્દીઓના સ્વાસ્થ્ય માટે નવનિયુક્ત હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે ત્યારે આજરોજ આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટીમના મોરબીના નામાંકિત ડો.સુકાલીન મેરજા ડો.ચિન્મય ત્રિવેદી ડો.ભાવિક સેરસિયા ડો.સાગર હાંસલીયા ડો.યોગેશ પેથાપરા ડો.મનુ પારિઆ સહીતના હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here