મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં થયેલ ઘાતકી હત્યાનો મોરબી એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી ભેદ ઉકેલ્યો

મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં થયેલ ઘાતકી હત્યાનો મોરબી એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી ભેદ ઉકેલ્યો

હત્યારાઓ ગુનાહીત પ્રવૃત્તિઓમાં માહીર હોય તેમ ચોરી ધાડ લુંટ હત્યા સુધીના ગુન્હાઓને અંજામ આપનાર ટોળકી હત્યા બાદ મોરબી પોલીસના પાંજરે પુરાઇ

મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ ફરીયાદી કરણસિંહ પુથ્વીસિંહ નાયક રહે.સુરોઠ ગામ તા.હેન્ડોન સીટી જી.કરોલી (રાજસ્થાન) વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોંધાવી હતી જેમાં તા.૨૨/૧૧/૨૦૨૪ ના રાત્રીના પોણા નવેક વાગ્યના અરસામાં પોતાના ભાઇ ઓમપ્રકાશ બનજારાના કોન્ટ્રાકટ હેઠળ મજુરી કામ કરતા ધર્મેન્દ્રસિંગ લક્ષ્મણસિંગ ઉવ-૩૨ રહે.મસેલ્યા તા.કીરાવલી જી.આગ્રા ઉતરપ્રદેશ વાળો કોઇ કામ અર્થે આઇકોલક્ષ કારખાનાની બહાર રસ્તા ઉપર ગયેલ હોય ત્યારે કોઇ અજાણ્યા માણસોએ કોઇ પણ કારણોસર મરણ જનાર ધર્મેન્દ્રસિંગને લુંટના ઈરાદે શરીરના પેટ છાતી તથા પડખાના ભાગે ચાકુના ત્રણેક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના હથિયારબંધી જાહેર નામનો ભંગ કરી ખુન કર્યા અંગેની ફરીયાદ મોરબી તાલુકા પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.૨.નં.૨૨૪૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો હતો ત્યારબાદ આરોપીને પકડવા મોરબી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા જેની ખાનગી બાતમીદાર માધ્યમથી હકિકત મળેલ કે આ ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓ છે અને તેઓએ આ ગુનામાં ઉપયોગ કરેલ તે કાળા કલરનુ હિરો સ્પેલન્ડર મોટર સાઈકલ GJ-36-AK-6156 નંબર વાળુ લઇને હાલે તેઓ ત્રણેય શખ્સો હરીપર કેરાળા ગામની સીમ વિસ્તારમાં ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે કેમલ સીરામીકથી આગળ રોડ ઉપર હોવાની હકીકત મળેલ હોય જેથી હકીકત મુજબના મોટરસાઈકરની વોચ તપાસમાં એલ.સી.બી પેરોલ ફર્લો સ્ટાફની ટીમ કાર્યરત હતી તે દરમિયાન એક મો.સા. ઉપર ત્રણ શખ્સો ઉભેલ હોય તેઓને રોકી ચેક કરતા તેઓ ત્રણેય મળી આવેલ સી.સી.ટી.વી ફૂટેજ વીડીયો મુજબના હોય જેથી તેઓની અંગ ઝડતી કરતા તેઓની પાસેથી આ કામના મરણ જનારનો મોબાઇલ ફોન મળી આવેલ હોય જેથી તેઓ ત્રણેયની ગુના સબંધીત ઉંડાણપુર્વક પુછપરછ કરતા મોરબી એલસીબી પોલીસ પાસે પોપટ બની વટાણા વેરી ખુનના ગુનાની કબૂલાત આપી હત્યા કર્યાનો અંજામ આપેલાની હકીકત જણાવતા હોય જેથી તેઓ ત્રણેય પાસેથી કુલ મોબાઇલ નંગ-૪ તથા આ ખુનના ગુનામાં ઉપયોગ કરેલ તે મો.સા. મળી આવતા મજકૂર ત્રણેય આરોપીઓ પાસેથી મુદામાલ કબ્જે કરી મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે તા. ૨૨/૧૧/૨૦૨૪ ના રાત્રીના થયેલ ખુનના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ખુનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટેશનને સોપવામાં આવેલ છે પકડાયેલા હત્યારા ઇસ્માઇલ સલેમાનભાઇ આમદભાઇ સખાયા મિંયાણા ઉ.વ-૨૦ રહે. માળીયામિંયાણા વાડા વિસ્તાર અવેશ સુભાનભાઇ હુસેનભાઇ મોવર મિંયાણા ઉ.વ-૧૯ હાલ રહે.માળીયા ઇદ મસ્જીદ નજીક સાહિલ અબ્દુલભાઇ ગુલમાંમદભાઇ મોવર મિંયાણા ઉ.વ-૧૯ રહે.માળીયા વાડા વિસ્તાર વાળાઓને પકડી તેઓની પાસેથી મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦ હીરો સ્પેલન્ડર મો.સા રજી.નં. GJ-36-AK-6156 કિ.રૂ.૧૫,૦૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે હત્યાનો ગંભીર ગુન્હાનો ભેદ મોરબી એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here