
મોરબી જીલ્લાના ટંકારામાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના કેસમાં મુખ્ય આરોપીના જામીન મંજુર કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે આરોપી દ્વારા ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપી એકાંતમાં બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધી મરજી વિરુદ્ધ જાતીય પ્રવેશ હુમલો કરી બનાવની જાણ કોઈને નહિ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઝપાઝપી કરી ઢીકા પાટું માર મારી ગુનામાં મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે બનાવ મામલે ટંકારા પોલીસે દુષ્કર્મ, ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી આરોપીની ધરપકડ કરી હતી
જે દુષ્કર્મ કેસમાં આરોપીએ મોરબીના યુવા એડવોકેટ જીતેનભાઈ અગેચણીયા રવિ ચાવડા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપી પક્ષના વકીલોએ ધારદાર દલીલો રજુ કરી હતી બંને પક્ષકારોની દલીલના અંતે ગુજરાત હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે
આ કેસમાં આરોપી તરફે જીલ્લાના યુવા એડવોકેટ જીતેન અગેચણીયા, સાવન ડી મોઘરીયા રવિ ચાવડા, કુલદીપ ઝીનઝુંવાડિયા રોકાયેલ હતા